પાકિસ્તાનની સિક્રેટ મિની સબમરીનની જોવા મળી પહેલી તસવીર, ભારત માટે છે મોટો ખતરો

પાકિસ્તાનની સિક્રેટ સબમરીનને જેવી બહાર કાઢવામાં આવી ત્યારે જ સેટેલાઇટે તેની તસવીર ક્લિક કરી લીધી, જાણો કેટલી છે ઘાતક

પાકિસ્તાનની સિક્રેટ સબમરીનને જેવી બહાર કાઢવામાં આવી ત્યારે જ સેટેલાઇટે તેની તસવીર ક્લિક કરી લીધી, જાણો કેટલી છે ઘાતક

  • Share this:
    ઈસ્લામાબાદ. પાકિસ્તાન (Pakistan) ભલે પોતાને કંગાળ સાબિત કરીને દુનિયાભરના દેશો પાસેથી આર્થિક મદદની અરજ કરતું રહેતું હોય પરંતુ તે ચીન (China)ની સાથે મળીને ધીમે-ધીમે પોતાની સૈન્ય તાકાત (Military Power)ને મજબૂત કરી રહ્યું છે. પાકિસ્તાનની આ ચતુરાઈનો ખુલાસો ત્યારે થયો જ્યારે પાકિસ્તાની નૌસેના (Pakistani Navy)ની સિક્રેટ મિની સબમરીન (Submarine)ની પહેલી તસવીર દુનિયાની સામે આવી. પાકિસ્તાને આ સિક્રેટ મિની સબમરીનને વર્ષ 2016થી દુનિયાની નજરોથી છુપાવીને રાખી હતી. પાકિસ્તાનના આ સિક્રેટ હથિયારને કરાચીના નૌસેનિક હાર્બર પર ડ્રાય ડૉકમાં રાખવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, સબમરીનને રિપેરિંગ માટે અહીં લાવવામાં આવી છે અને તેની પર કોઈ પણ પ્રકારનું કવર નથી લગાવવામાં આવ્યું. સબમરીનને જેવી બહાર કાઢવામાં આવી તે દરમિયાન સેટેલાઇટે તેની તસવીર ક્લિક કરી લીધી.

    પાકિસ્તાનના કરાચીના નૌસૈનિક હાર્બર પર ડ્રાય ડૉકમાં મિની સબમરીનની તસવીર ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ ટ્વીટર હેન્ડલ @detresfa_ તરફથી જાહેર કરવામાં આવી છે. આ તસવીરમાં સબમરીનને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ તસવીરની સાથે કેપ્શનમાં એક લિંકને પણ શૅર કરવામાં આવી છે, જેમાં સબમરીન સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વની જાણકારી આપવામાં આવી છે.

    આ પણ જુઓ, VIRAL VIDEO- બોયફ્રેન્ડે બ્રેકઅપ કર્યું તો યુવતીએ 23 લાખની સુપરબાઇક ફૂંકી મારી

    નોંધનીય છે કે, પાકિસ્તાને આ મિની સબમરીનને વર્ષ 2016માં જ તૈયાર કરી લીધી હતી પરંતુ હજુ સુધી તેને દુનિયાની નજરોથી બચાવીને રાખવામાં આવી હતી. દુનિયાભરની નૌસેના પર નજર રાખનારા વિશેષજ્ઞ એચ.આઇ. શૂટને પોતાની વેબસાઇટ કવર્ડ સોર્સમાં પાકિસ્તાની સબમરીન વિશે સૌથી પહેલા જાણકારી આપી હતી. શૂટરે આ સબમરીનને 14 જાન્યુઆરી 2020ના રોજ કરાચીના પીએનએસ ઇકબાઇ નૌસૈનિક પોર્ટ પર આયોજિત પાકિસ્તાની નેવી સીલ કોર્સની પાસિંગ આઉટ પરેડમાં જોઈ હતી.

    આ પણ વાંચો, આપની પાસે છે આ ખાસ નંબરની કોઈ પણ નોટ તો ઘરે બેઠા થશે સારી કમાણી, જાણો શું છે પ્રોસેસ

    ભારત માટે ખતરારૂપ છે આ મિની સબમરીન

    પાકિસ્તાનની આ મિની સબમરીન ભારત માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. નોંધનીય છે કે, તે આકારમાં ઘણી નાની છે તેથી તે સરળતાથી ભારતના સમુદ્રી વિસ્તારમાં ઘૂસણખોરી કરી શકે છે. તેના નાના આકારના કારણે સોનાર સિસ્ટમ અને રડાર પણ તેને ઝડપથી પકડી નહીં શકે. જોકે, તેનો ઉપયોગ માત્ર દુશ્મન પર નજર રાખવા માટે થઈ શકે છે. નોંધનીય છે કે, તેની લંબાઈ 55 ફુટ અને ગોળાઈ 5થી 7 ફુટની આસપાસ છે.
    Published by:Mrunal Bhojak
    First published: