બ્રિટનના રોયલ પરિવારમાં આવેલા નવા રાજકુમારની પ્રથમ તસવીર

બ્રિટિશ શાહી પરિવારમાં ખુશીનો માહોલ, પ્રિન્સેસ ધ ડચેસ ઓફ સસેક્સ મેગને પુત્રને જન્મ આપ્યો

બ્રિટિશ શાહી પરિવારમાં ખુશીનો માહોલ, પ્રિન્સેસ ધ ડચેસ ઓફ સસેક્સ મેગને પુત્રને જન્મ આપ્યો

 • Share this:
  બ્રિટનના શાહી પરિવારમાં ફરી ખુશીનો માહોલ સર્જાયો. સોમવારે વહેલી સવારે 5.26 મિનિટે પ્રિન્સ હેરીનાં પત્ની ધ ડચેસ ઓફ સસેક્સ મેગને હિલ્ધી પુત્રને જન્મ આપ્યો. આ અંગે બકિંગહામ પેલેસમાંથી સત્તાવાર જાહેરાત કરાઇ હતી. પુત્રરત્નની પ્રાપ્તિ થતાં ઉત્સાહિત પ્રિન્સ હેરીએ જણાવ્યું કે મને મારી પત્ની અને પુત્ર પર ગર્વ છે.

  મેઘન અને હેરી સત્તાવાર રીતે બુધવારે સાંજે પત્રકાર પરિષદ યોજશે અને બાળકને લોકો સામે લઇ આવશે. આ માટે બર્મિંઘમ પેલેસમાં તમામ તૈયારીઓ થઇ ચૂકી છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ 'હું તેને પ્રેમ કરું છું,' જૂલિયન અસાંજેને મળવા જેલ પહોંચી પામેલા એન્ડરસન

  પુત્ર બાદ મેઘન મર્કલ અને હેરીએ લોકોનું અભિવાદન કર્યું હતું


  જ્યારે આ સમાચાર ફેલાતા બ્રિટનમાં ઉજવણીનો માહોલ દેખાતો હતો. વિન્ડસરમાં પોપ્સે શેમ્પેઇનની બોટલ ખોલી ઉજવણી કરી હતી. બકિંગ્હામ પેલેસના દરવાજે શાહી પરિવારના સ્ટાફના સભ્યોએ જન્મ અંગે સત્તાવાર નોટિસ મૂકી હતી. જ્યારે લંડનના બીટી ટાવર પરથી શાહી પરિવારને અભિનંદન આપતા મેસેજ બ્રોડકાસ્ટ કરાયા હતા.

  પ્રિન્સે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ‘મેગન અને પુત્ર બંનેનું સ્વાસ્થ ખુબ જ સારું છે. બ્રિટનના સમય મુજબ વહેલી સવારે 5 કલાકને 26 મિનિટે દિકરાનો જન્મ થયો હતો. રાજવી પુત્ર ખુબ જ સ્વસ્થ અને 3.2 kg વજનવાળું છે.’ પ્રિન્સ હેરી અને મેગનનું આ પ્રથમ સંતાન છે.
  Published by:Sanjay Vaghela
  First published: