Home /News /national-international /ડોમિનિકા પોલીસની કસ્ટડીમાં મેહુલ ચોકસી, જુઓ ભાગેડુ હીરા વેપારીની લેટેસ્ટ તસવીરો

ડોમિનિકા પોલીસની કસ્ટડીમાં મેહુલ ચોકસી, જુઓ ભાગેડુ હીરા વેપારીની લેટેસ્ટ તસવીરો

કસ્ટડીમાં કેદ મેહુલ ચોકસીના હાથો પર ઈજાના નિશાન છે અને તેની આંખો ઘણી લાલ છે

કસ્ટડીમાં કેદ મેહુલ ચોકસીના હાથો પર ઈજાના નિશાન છે અને તેની આંખો ઘણી લાલ છે

નવી દિલ્હી. પંજાબ નેશનલ બેંક ગોટાળા (PNB Scam)માં આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસી (Mehul Choksi)ની લેટેસ્ટ તસવીરો સામે આવી છે. મેહુલ ચોકસી હાલમાં ડોમિનિકા પોલીસ (Dominica Police)ની કસ્ટડીમાં છે. તસવીરોમાં દેખાતો મેહુલ ચોકસી જેલના સળિયા પાછળ છે અને તેના હાથો પર ઈજાના નિશાન જોવા મળી રહ્યા છે. તેની આંખો ઘણી લાલ છે અને દેખાવ પરથી તે નબળો લાગી રહ્યો છે. આ દરમિયાન કતાર એક્ઝિક્યૂટિવના બોમ્બર્ડિયર ગ્લોબલ 5000 એરક્રાફ્ટના ડોમિનિકા પહોંચવાને લઈને અંદાજોનો દોર તેજ થઈ ગયો છે. આ એરક્રાફ્ટ ડોમિનિકાના ડગલસ ચાર્લ્સ એરપોર્ટ પર ઉતર્યું છે. એન્ટિગુઆનું મીડિયા અંદાજો લગાવી રહ્યું છે કે આ પ્લેન ડોમિનિકા કોને લેવા પહોંચ્યું છે કે પછી કોણ ડોમિનિકા આવ્યું છે?

મૂળે, મેહુલ ચોકસી ગત રવિવારે એટલે કે 23 મેની સાંજે પાંચ વાગ્યે અચાનક પોતાના નિવાસસ્થાનથી પોતાની કારમાં બેસીને બહાર ગયો હતો. પરંતુ થોડા સમય બાદ તેની કાર ત્યાં આસપાસ મળી આવી હતી. ત્યારબાદ તેના પરિજનો અને મેહુલ ચોકસીના ભારતમાં સ્થિત વકીલ વિજય અગ્રવાલ દ્વારા મીડિયા સહિત અન્ય એજન્સીઓને જણાવ્યું કે તે એન્ટીગુઆથી ગુમ થઈ ગયો છે, જેના માટે તેઓ ખૂબ પરેશાન છે. જોકે આ ઘટના બાદ ત્યાંની રોયલ પોલીસ ફોર્સ તાત્કાલિક પ્રભાવથી સૌથી પહેલા મેહુલ ચોકસીની તલાશ માટે તેની એક તસવીર સાથે નિવેદન જાહેર કરીને શોધવામાં લાગી ગઈ હતી.

આ પણ જુઓ, VIDEO: પુલવામામાં શહીદ થયેલા મેજર વિભૂતિ ઢૌંડિયાલની પત્નીએ જોઈન કરી Indian Army

PNB સ્કેમમાં મેહુલ ચોકસી છે વોન્ટેડ

ભારતથી ફરાર હીરા કારોબારી મેહુલ ચોકસી છેલ્લા થોડાક સમયથી એન્ટિગુઆના જોલી હાર્બર વિસ્તારમાં રહે છે. ત્યારબાદથી ભારત દેશની તપાસ એજન્સી (CBI) અને ઇડી (ED)ની ટીમ તેને પરત ભારતમાં પ્રત્યર્પિત કરવા માટે પ્રયત્નશીલ છે. નોંધનીય છે કે ચોકસી પંજાબ નેશનલ બેંક (PNB Scam)ની સાથે કથિત રીતે 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલામાં વોન્ટેડ છે. ચોકસીની વિરુદ્ધ ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જાહેર કરેલી છે.

આ પણ વાંચો, ફિનલેન્ડની PM પર જનતાના પૈસે કુટુંબીજનોને બ્રેકફાસ્ટ કરાવવાનો આક્ષેપ, પોલીસ કરશે તપાસ


મેહુલ ચોકસીના વકીલનો દાવો છે કે તેમના અસીલ એન્ટિગુઆના નાગરિક છે. એવામાં તેમની પાસે એન્ટિગુઆના તમામ લોકોને મળવાનો અધિકાર છે. નોંધનીય છે કે કેરેબિયન દેશ એન્ટિગુઆની બાજુમાં જ ડોમિનિકા દેશ છે જ્યાંથી હવે મેહુલ ચોકસી ઝડપાઈ ગયો છે.
First published:

Tags: Antigua, Dominica, Mehul Choksi, Nirav Modi, PNB scam, પંજાબ નેશનલ બેંક

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો