અંબાણી પરિવારમાં ખુશી : પૌત્ર સાથે દાદા મુકેશ અંબાણીની પ્રથમ તસવીર

અંબાણી પરિવારમાં ખુશી : પૌત્ર સાથે દાદા મુકેશ અંબાણીની પ્રથમ તસવીર
અંબાણી પરિવારમાં આવ્યો ખુશીનો માહોલ, પૌત્ર સાથે દાદા મુકેશ અંબાણીની પ્રથમ તસવીર

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્રવધૂ અને આકાશ અંબાણીના પત્ની શ્લોકા મેહતાએ પુત્રને જન્મ આપ્યો

 • Share this:
  નવી દિલ્હી : દેશના ટોપ બિઝનેસમેન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)અને નીતા અંબાણી (Nita Ambani)દાદા-દાદી બની ગયા છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્રવધૂ અને આકાશ અંબાણીના પત્ની શ્લોકા મેહતાએ પુત્રને જન્મ આપ્યો છે. હવે આ નાના મહેમાનની પ્રથમ તસવીર સામે આવી છે. તસવીરમાં બેબી એકદમ ક્યૂટ લાગી રહ્યો છે. તે પોતાના દાદા મુકેશ અંબાણીના હાથમાં જોવા મળે છે. આ ખાસ તસવીરને રાજ્યસભાના સાંસદ અને ઇન્ડસ્ટ્રિયલિસ્ટ પરિમલ નથવાણીએ પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કરી છે.

  આ ફોટોને શેર કરતા પરિમલ નથવાણીએ કેપ્શનમાં લખ્યું છે કે બાળકના જન્મ બદલ શ્લોકા અને આકાશ અંબાણીને અભિનંદન. હું નવા સભ્યના આગમન માટે મુકેશ ભાઈ, નીતા ભાભી અને આખા અંબાણી પરિવારને અભિનંદન પાઠવું છું. આ વાસ્તવમાં આનંદિત કરનારો દિવસ છે. બાળકને ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ.  આ પણ વાંચો - મુકેશ અંબાણી અને નીતા અંબાણી બન્યા દાદા-દાદી, દીકરા આકાશનાં ઘરે પુત્રનો જન્મ  ગત વર્ષે માર્ચમાં થયા હતા લગ્ન

  આકાશ અને શ્લોકાના લગ્ન ગત વર્ષે માર્ચમાં થયા હતા. આકાશ અને શ્લોકા સ્કૂલ ફ્રેન્ડસ રહ્યા છે. બંનેની સ્કૂલિંગ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલથી થઈ છે. શ્લોકાએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સથી લો માં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે.

  બિઝનેસ વુમનની સાથે-સાથે શ્લોકા સોશલ વર્કર પણ છે. તેમણે 2015માં કનેક્ટ ફોર નામથી એનજીઓ શરૂ કરી હતી. જે જરૂરિયાતમંદને શિક્ષા, ભોજન અને ઘર ઉપલબ્ધ કરાવે છે. આકાશ અને શ્લોકાનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન સ્વિટ્ઝર્લેન્ડના સેન્ટ મોરિટ્જમાં રાખવામાં આવ્યું હતું. જે ત્રણ દિવસ ચાલ્યું હતું. જેમાં બોલિવૂડ સેલેબ્રેટીઓ સહિત ઘણી મોટી હસ્તીઓ સામેલ થઈ હતી.
  Published by:Ashish Goyal
  First published:December 10, 2020, 21:07 pm

  ટૉપ ન્યૂઝ