પાકિસ્તાનના રાજકારણમાં પહેલીવાર હિંદુ મહિલા બની શકે છે સાંસદ

News18 Gujarati
Updated: February 13, 2018, 12:32 PM IST
પાકિસ્તાનના રાજકારણમાં પહેલીવાર હિંદુ મહિલા બની શકે છે સાંસદ
News18 Gujarati
Updated: February 13, 2018, 12:32 PM IST
પાતિસ્તાનમાં પહેલી વાર કોઈ હિંદુ મહિલા સાંસદ સેનેટ ચૂંટણીની ઉમેદવાર છે. જો તે આ ચૂંટણી જીતી જાય છે તો તે પાકિસ્તાનમાં સેનેટર બનનારી પહેલી હિંદુ મહિલા હશે. 39 વર્ષની કૃષ્ણા કુમારી પાકિસ્તાન પિપિલ્સ પાર્ટીની (પીપીપી) ઉમેદવાર છે.

પાકિસ્તાનમાં સામાન્ય રીતે અમીર લોકોને ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવે છે. પરંતુ પહેલી વાર પાકિસ્તાને એક ગરીબ મહિલાને ટિકિટ આપી છે. કૃષ્ણા કુમારીએ કહ્યું કે મેં ક્યારેય ન હતું વિચાર્યું કે તે સાંસદ બનશે. હું પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની આભારી છું. હું નબળા કચડાયેલા લોકો માટે કામ કરીશ.

કોણ છે કૃષ્ણા કુમારી?
કૃષ્ણાનો જન્મ 1979માં સિંઘના નગરપારકર જિલ્લાના એક અતંરીયાળ ગામડામાં થયો હતો. કૃષ્ણા સ્વાતંત્ર્ય સેનાની રૂપલો કોહલીના પરિવારની સંબંધી છે. કૃષ્ણા એક સામાજીક કાર્યકર્તા છે. કૃષ્ણા પોતાના ભાઈની સાથે એક કાર્યકર્તા તરીકે પીપીપી સાથે જોડાયેલી છે.

ઘણી જ ગરીબીમાં જીવન વીત્યું
કૃષ્ણાનો જન્મ એક બહું જ ગરીબ પરિવારમાં થયો હતો. તેમના પરિવારના લોકોને એક જમીનદારે અંગત જેલમાં લગભગ ત્રણ વર્ષ સુધી બંધ રાખ્યા હતાં. 16 વર્ષની ઉંમરમાં જ તેમના લગ્ન થઈ ગયાં. ત્યારે તે નવમા ધોરણમાં ભણતી હતી. જો કે તેણે લગ્ન પછી પણ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને 2013માં તેમણે માસ્ટરની ડિગ્રી મેળવી.
First published: February 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...