Home /News /national-international /ટ્રાન્સજેન્ડર મહિલા ડોક્ટર્સની મેડિકલ ઓફિસર તરીકે નિમણૂંક, તેલંગણા સરકારનો નવો અભિગમ

ટ્રાન્સજેન્ડર મહિલા ડોક્ટર્સની મેડિકલ ઓફિસર તરીકે નિમણૂંક, તેલંગણા સરકારનો નવો અભિગમ

સામાન્ય રીત સમાજમાં ટ્રાન્સજેન્ડર લોકોની ખૂબ જ અવગણના કરવામાં આવતી હોય છે.

સામાન્ય રીત સમાજમાં ટ્રાન્સજેન્ડર લોકોની ખૂબ જ અવગણના કરવામાં આવતી હોય છે. જોકે સમાજમાં એક એક ઉત્તમ દાખલો બેસડવા તેલંગણા સરકારે હૈદરાબાદ સ્થિત ઓસમાનિયા જનરલ હોસ્પિટલમાં બે ટ્રાન્સજેન્ડર મહિલાની મેડિકલ ઓફિસર તરીકે નિમણૂંક કરી છે. ઋથ જોન પોલ કોયાલા અને પ્રાચી રાઠોડ નામના બે ટ્રાન્સજેન્ડર ડોક્ટર્સને એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી નોકરી મેળવવામાં તકલીફ પડી રહી હતી. તેમની સાથે સતત ભેદભાવ થઈ રહ્યો હતો.

વધુ જુઓ ...
    હૈદરાબાદઃ સામાન્ય રીત સમાજમાં ટ્રાન્સજેન્ડર લોકોની ખૂબ જ અવગણના કરવામાં આવતી હોય છે. જોકે સમાજમાં એક એક ઉત્તમ દાખલો બેસડવા તેલંગણા સરકારે હૈદરાબાદ સ્થિત ઓસમાનિયા જનરલ હોસ્પિટલમાં બે ટ્રાન્સજેન્ડર મહિલાની મેડિકલ ઓફિસર તરીકે નિમણૂંક કરી છે. ઋથ જોન પોલ કોયાલા અને પ્રાચી રાઠોડ નામના બે ટ્રાન્સજેન્ડર ડોક્ટર્સને એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી નોકરી મેળવવામાં તકલીફ પડી રહી હતી. તેમની સાથે સતત ભેદભાવ થઈ રહ્યો હતો.

    15 હોસ્પિટલોએ નોકરીએ રાખવાની જ ના કહી

    ડો.ઋથ મૂળ ખમમના છે, તેમણે વર્ષ 2018માં માલા રેડ્ડી ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાંથી એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જ્યારે તેમને ન્યુઝ 18ને આ અંગે પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમને હૈદરાબાદની આજબાજુમાં આવેલી વિવિધ 15 હોસ્પિટલોએ રિજેક્ટ કર્યા હતા. જોકે કોઈ પણ હોસ્પિટલે એ વાતનો ઉલ્લેખ કર્યો નહોતો કે તેમની ઓળખના પગલે તેમને જેતે હોદ્દા માટે રિજેક્ટ કરવામાં આવ્યા હતાં. સમાજની નીંદા કરતા તેમણે કહ્યું હતું કે તેમની ઓળખના પગલે સમાજમાં તેમના ભણતરની કોઈ જ કિંમત નથી.

    જેન્ડરનો ખ્યાલ આવ્યા પછી નોકરી ગઈ

    પ્રાચી રાઠોડના જીવનની વાત પણ ખૂબ જ દુ:ખ છે. પ્રાચીએ એમબીબીએસની ડિગ્રી અદીલાબાદમાં આવેલી RIMSમાંથી પ્રાપ્ત કરી હતી. તેણે ન્યુઝ18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તે એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે કામ કરતી હતી. જોકે તે ટ્રાન્સજેન્ડર મહિલા ડોક્ટર હોવાનો ખ્યાલ આવતા જ હોસ્પિટલે તેને નોકરી છોડી દેવા કહ્યું હતું. તેણીએ વધુમાં જણાવ્યું હતું કે તેની ઓળખના પગલે ઘણા દર્દીઓ હોસ્પિટલમાં મેડિકલ સર્વિસ અને હેલ્થ સર્વિસ લેતા ખચકાશે, તે અંગેના પત્રમાં સહી હોસ્પિટલે કરાવી હતી. તેમણે આ અંગે કહ્યું સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરનો હોદ્દો મળવાની તેમને ખુશી છે. વધુમાં તેણે કહ્યું કે તેમને નોકરી મળવી તે સમગ્ર દેશમાં ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીનો વિજય છે.

    સરકારના અભિગમથી સમાજમાં નવો સંદેશ જશે

    હૈદરાબાદના ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટે આ અંગે જણાવ્યું કે તેમને સરકાર દ્વારા બે ટ્રાન્સજેન્ડર મહિલા ડોક્ટરની ઓસમાનિયા હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવી તેની ખુશી છે. સરકારના આ પગલાથી મેડિકલ અને હેલ્થના ક્ષેત્રમાં કામ કરતા લોકોમાં એક સંદેશ જશે. તેના પગલે સમાજમાં એક જાગ્રૃતિ આવશે કે ટ્રાન્સજેન્ડર ડોક્ટરો પણ અન્ય જેન્ડરના ડોક્ટર જેટલા જ કુશળ અને કાર્યક્ષમ છે અને તેના પગલે ટ્રાન્સજેન્ડર લોકો સાથે છેલ્લા ઘણા સમયથી જે અન્યાય થઈ રહ્યાં છે, તેનું પ્રમાણ ઘટશે. સરકાર દ્વારા બંને ટ્રાન્સજેન્ડર મહિલા ડોક્ટરની નિમણૂંક કરવામાં આવ્યા પછી, તેમની લડાઈનો અંત આવ્યો નથી. તે યથાવત છે.

    આ પણ વાંચોઃ ગુજરાત ચૂંટણીમાં ટ્રાન્સજેન્ડર પણ બનશે મહત્ત્વના! જાણો ગુજરાતમાં મતદારોની સંખ્યા

    બંન્ને ટ્રાન્સજેન્ડર મહિલા ડોક્ટરની હજી પણ લડાઈ ચાલુ

    તેમણે NEET PG પરીક્ષા અંગે જણાવ્યું કે તેમણે ટ્રાન્સવુમન કેટેગરીમાં જ પરીક્ષા આપી હોવા છતાં તેમને કોઈ પ્રકારની રિઝર્વ સીટ મળી નહોતી. આ બાબત સુપ્રીમ કોર્ટના વર્ષ 2014ના નાલ્સા ચુકાદાની વિરુદ્ધ છે. તેમના ઘામાં મીઠું નાંખવાનું કામ કરતા સ્ટેટ કાઉન્સિલિંગે તેમને મહિલા કેટેગરીમાં લિસ્ટ કર્યા હતા. જોકે આ અંગે બંનેએ સરકારને રજૂઆત કરી છે. જો સરકાર દ્વારા આ અંગે કોઈ જ પગલા નહિં લેવાય તો તેમણે આ મુદ્દે કોર્ટમાં જવાનો પણ નિર્ધાર કર્યો છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Doctors, Transgender

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन