કેજરીવાલ સરકારની સિદ્ધિ! દિલ્હીમાં ફ્લાયઓવરના નિર્માણમાં બચાવ્યા 508 કરોડ રૂપિયા

અરવિંદ કેજરીવાલે સત્તા સંભાળવાથી સાથે જ કલ્પના બહારની કામગીરી કરતાં દિલ્હીવાસીઓના બચાવ્યા કરોડો રૂપિયા

અરવિંદ કેજરીવાલે સત્તા સંભાળવાથી સાથે જ કલ્પના બહારની કામગીરી કરતાં દિલ્હીવાસીઓના બચાવ્યા કરોડો રૂપિયા

  • Share this:
    નવી દિલ્હી. સામાન્ય રીતે એવા અહેવાલો સામે આવતા હોય છે કે સરકાર ફ્લાયઓવર બાંધવા માટે નિયત કરવામાં આવેલા અંદાજિત ખર્ચથી બે ગણો કે ત્રણ ગણો ખર્ચ કરી નાખતી હોય છે. પરંતુ દિલ્હી (Delhi)માં જ્યારથી કેજરીવાલ સરકાર (Kejriwal Government)એ સત્તા સંભાળી છે ત્યારથી અભૂતપૂર્વ અને કલ્પના બહારની કામગીરી થઈ છે. કેજરીવાલ સરકારના કાર્યકાળ દરમિયાન બાંધવામાં આવેલા તમામ ફ્લાયઓવર (Flyovers) સમયમર્યાદા કરતાં પહેલા પૂરા કરવામાં આવ્યા, આ ઉપરાંત પ્રોજેક્ટ્સ અંદાજિત ખર્ચ કરતાં પણ ઓછા ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે.

    કેજરીવાલ સરકારે વિવિધ પ્રોજેક્ટ્સમાં 500 કરોડની કરી બચત

    દિલ્હીની જનતાની રોજિંદા વાહન વ્યવહારની સમસ્યાઓનો ઉકેલ શોધતા કેજરીવાલ સરકારે દેશની રાજધાનીમાં અનેક ફ્લાયઓવર પ્રોજેક્ટ્સનું નિર્માણ કરાવ્યું. સરકારે શાસ્ત્રીનગર પાર્ક અને સીલમપુર બંને ફ્લાયઓવ પ્રોજેક્ટને રેકોર્ડ ટાઇમમાં પૂરા કર્યા. આ ઉપરાંત બંને પ્રોજેક્ટના અંદાજિત 303 કરોડની જોગવાઈ સામે માત્ર 250 કરોડના ખર્ચે તેને તૈયાર કર્યા. જેના કારણે 23 કરોડની બચત થઈ. આ બંને ફ્લાયઓવર તૈયાર થઈ જતાં રોજિંદા 1.5 લાખ વાહનોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળી છે.

    મધુબન ચોક કોરિડોર પ્રોજેક્ટમાં 125 કરોડની બચત

    આ પ્રોજેક્ટમાં હાથ ધરાયેલા 10 કામોમાં દિલ્હી સરકારે 125 કરોડ રૂપિયાની બચત કરી. સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 422 કરોડ રૂપિયા હતો. જેની સામે કેજરીવાલ સરકારે તેને માત્ર 297 કરોડ રૂપિયામાં પૂરો કરી દીધો. આમ દિલ્હીવાસીઓના 125 કરોડ રૂપિયાની બચત થઈ.


    આ પણ વાંચો, SBI ગ્રાહકોને દર મહિને 10 હજાર રૂપિયા કમાવાની તક, ઉઠાવો આ બેસ્ટ સેવિંગ સ્કીમનો લાભ

    અન્ય ત્રણ પ્રોજેક્ટમાં 310 કરોડ રૂપિયા બચાવ્યા

    આ ઉપરાંત દિલ્હીની કેજરીવાલ સરકારે અન્ય ત્રણ પ્રોજેક્ટમાં 300 કરોડ રૂપિયા બચાવ્યા. મંગલપુરીથી મધુબન ચોક પ્રોજેક્ટની કિંમત 423 કરોડ નક્કી કરવામાં આવી હતી જેની સામે પ્રોજેક્ટ 323 કરોડમાં પૂરો થતાં 100 કરોડની બચત થઈ. વિશેષમા; મીરા બાગથી વિકાસપુરીનો એલેવેટેડ કોરિડોરનો અંદાજિત ખર્ચ 560 કરોડ હતી જેને માત્ર 460 કરોડમાં પૂર્ણ કરાતાં તેમાં પણ 100 કરોડ રૂપિયાની બચત થઈ. આવી જ રીતે પ્રેમ બારાપુલાથી આઝાદપુર કોરિડોરની અંદાજિત કિંમત 247 કરોડ રૂપિયા હતી જેનું કામ 137 કરોડ રૂપિયામાં પૂરી થતાં 110 કરોડની મોટી બચત થઈ.

    આ પણ વાંચો, દિલ્હીની સરહદો પર કિસાન આંદોલન નબળું પડી રહ્યું છે કે ખેડૂતોએ બનાવી કોઈ નવી રણનીતિ?

    કેજરીવાલ સરકારે નાના પ્રોજેક્ટ્સમાં પણ જનતાના કરોડો રૂપિયા બચાવ્યા

    મોટા અને મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાં કેજરીવાલ સરકારની દૂરંદેશિતા અને સમયસર પ્રોજેક્ટ હાથ ધરાતાં કરોડો રૂપિયાની બચત થઈ. આ ઉપરાંત દિલ્હી સરકારે નાના પ્રોજેક્ટ્સ જેનો અંદાજિત ખર્ચ 100 કરોડ રૂપિયાથી પણ ઓછો હોય તેને પણ ઓછા ખર્ચે તૈયાર કરીને કરોડો રૂપિયાની બચત કરી છે.
    Published by:Mrunal Bhojak
    First published: