પેરિસની પહેલી નગ્ન ગ્રાહકો માટેની રેસ્ટોરન્ટ શરૂ થઇ પણ પછી આવુ થયું

News18 Gujarati
Updated: January 9, 2019, 2:31 PM IST
પેરિસની પહેલી નગ્ન ગ્રાહકો માટેની રેસ્ટોરન્ટ શરૂ થઇ પણ પછી આવુ થયું
રેસ્ટોરન્ટનાં સમાચાર સાંભળી સમગ્ર વિશ્વમાં નગ્ન થઇ એડવેન્ચર કરતા લોકો નારાજ થયા હતા

રેસ્ટોરન્ટનાં સમાચાર સાંભળી સમગ્ર વિશ્વમાં નગ્ન થઇ એડવેન્ચર કરતા લોકો નારાજ થયા હતા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ફ્રાન્સનાં પેરિસમાં ફક્ત નગ્ન ગ્રાહકો માટે જ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી હતી પણ આગામી ફેબ્રુઆરી મહિનાં તે બંધ થઇ જશે તેમ જાણવા મળે છે.

કેમ ખબર છે ? કેમ કે, પેરિસમાં નગ્ન ગ્રાહકો માટેની રેસ્ટોરન્ટનાં સમાચાર સાંભળી સમગ્ર વિશ્વમાં નગ્ન થઇ એડવેન્ચર કરતા લોકો નારાજ થયા હતા. જો કે, સાચુ કારણ એ છે કે, આ ન્યૂડ રેસ્ટોરન્ટમાં કોઇ ગ્રાહક આવતા નથી એટલા માટે તે બંધ થઇ જશે.

ઓ નેચરલ નામની રેસ્ટોરન્ટ માઇક સ્ટેફન સાદા નામના બે જોડીયા ભાઇઓએ ખોલી હતી. અને તેમને આશય એવો હતો કે, આ નગ્ન રેસ્ટોરન્ટમાં ગ્રાહકો આવે અને ખાવાના ભાણાની સાથે સાથે નજદીક્તાનો અનુભવ કરે અને એ રીતે દરેક વ્યક્તિને નગ્નતાનો વિશેષ અનુભવ થાય.

આ રેસ્ટોરન્ટ ખોલવા પાછળનો મુળ ઉદ્દેશ્ય એવો હતો કે, જમતી વખતે કુદરતી સ્થિતિમાં વ્યક્તિ નગ્નતાનો આનંદ માણે. સામાન્ય રીતે ઉનાળાનાં સમયમાં કેટલાક બિચ પર નગ્ન ગ્રાહકોને આકર્ષવામાં આવે છે.

આ રેસ્ટોરન્ટમાં કપડા બદલવા માટે ચેન્જીંગ રૂમ અને કપડા રાખવા માટે લોકરની પણ સુવિધાઓ આપવામાં આવે છે. મોબાઇલ અને કેમેરા પણ તેમા રાખી શકાય છે.

આ રેસ્ટોરન્ટમાં કેમેરા અને મોબાઇલ પર સખત પ્રતિબંધ હતો. કોઇ ફોટા પાડી શકે નહીં.જો કે, આ રેસ્ટોરન્ટમાં વેઇટર કપડા પહેરતા હતા અને ગ્રાહકોએ તેનો વિરોધ કર્યો હતો અને એવો આગ્રહ રાખ્યો હતો કે, રેસ્ટોરન્ટનાં મુળ ઉદ્દેશ્યની વિરુદ્ધ છે એટલે વેઇટરો પણ નગ્ન હોવા જોઇએ.

આ રેસ્ટોરન્ટ ત્રણ વર્ષ ચાલી પણ હવે બંધ થવા જઇ રહી છે.
First published: January 9, 2019, 2:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading