રામ મંદિર ટ્રસ્ટની પ્રથમ બેઠકમાં મોટો નિર્ણય, મહંત નૃત્યગોપાલ દાસને બનાવ્યા અધ્યક્ષ

રામ મંદિર ટ્રસ્ટની પ્રથમ બેઠકમાં મોટો નિર્ણય, મહંત નૃત્યગોપાલ દાસને બનાવ્યા અધ્યક્ષ

સૂત્રોને મળેલી જાણકારી પ્રમાણે શ્રી રામ મંદિર જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટની આગામી બેઠક અયોધ્યામાં 15 દિવસની અંદર થશે

 • Share this:
  નવી દિલ્હી : રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ(Ram Mandir Trust)ની પ્રથમ બેઠક બુધવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં થઈ હતી. આ બેઠકમાં રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ નૃત્યગોપાલ દાસ (Nitya Gopal Das) અને વિહીપના (VHP) વરિષ્ઠ ઉપાધ્યક્ષ ચંપત રાયનો (Champat Rai)રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં સમાવેશ કરાયો છે. મહંત નૃત્યગોપાલ દાસને ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જ્યારે ચંપત રાયને ટ્રસ્ટના મહામંત્રી બનાવ્યા છે. ગોવિંદ દેવ ગિરી જી ને ટ્રસ્ટના કોષાધ્યક્ષ બનાવ્યા છે. આ પહેલા નૃત્ય ગોપાલદાસ ટ્રસ્ટના સભ્ય ન હતા.

  મળેલી જાણકારી પ્રમાણે આ બેઠક ટ્ર્સ્ટના પ્રમુખ કે.પરાસરણના દિલ્હી સ્થિત આવાસ પર થઈ હતી. શ્રી રામ મંદિર જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટની પ્રથમ બેઠકમાં ટ્રસ્ટના સભ્યો સિવાય રામ જન્મભૂમિ ન્યાયના અધ્યક્ષ નિત્યગોપાલ દાસ, અયોધ્યાના જિલ્લા અધિકારી અનુજ ઝા અને પ્રમુખ સચિવ ગૃહ અવનીશ અવસ્થી પણ સામેલ થયા હતા. તેમણે યૂપી સરકાર તરફથી બેઠકમાં પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ટ્રસ્ટનું ગઠન કેન્દ્રની મોદી સરકારે 5 ફેબ્રુઆરીએ કર્યું હતું.

  આ પણ વાંચો - સરકારે લાખો ખેડૂતોને રાહત આપી, કૃષિ ધિરાણ પર પાક વીમો લેવો ફરજિયાત નહીં

  સૂત્રોને મળેલી જાણકારી પ્રમાણે શ્રી રામ મંદિર જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટની આગામી બેઠક અયોધ્યામાં 15 દિવસની અંદર થશે. રામ મંદિર નિર્માણની તિથિ તે બેઠકમાં નક્કી થશે. સૂત્રોના મતે આ બેઠકમાં શિલાન્યાસ, રામલલાના રાખવાના સ્થાનને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સામાન્ય લોકોનો સહયોગ લેવા ઉપર પણ વિચાર વિર્મર્શ કરવામાં આવ્યો હતો.  મહંત નૃત્યગોપાલ દાસને અધ્યક્ષ, વિશ્વ હિન્દુ પરિષદના (VHP) વરિષ્ઠ ઉપાધ્યક્ષ ચંપત રાયને મહામંત્રી અને ગોવિંદ ગિરી જી મહારાજને ટ્ર્સ્ટના કોષાધ્યક્ષ બનાવવા બદલ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ખુશી વ્યક્ત કરી હતી.
  Published by:Ashish Goyal
  First published: