આકાશમાં બની રહ્યી છે પહેલી લક્ઝરી હોટલ,બારીમાંથી રોજ 16 વખત દેખાશે સુર્યોદય-સુર્યાસ્ત

News18 Gujarati
Updated: April 8, 2018, 2:19 PM IST
આકાશમાં બની રહ્યી છે પહેલી લક્ઝરી હોટલ,બારીમાંથી રોજ 16 વખત દેખાશે સુર્યોદય-સુર્યાસ્ત

  • Share this:
અંતરિક્ષ હંમેશા માનવીઓનો ઉત્સાહનો વિષય રહ્યો છે.આકાશમાં માણસ ગયા બાદ હવે આવનાર સમયમાં હોલી ડે મનાવવાના સપના પણ પૂરા થઇ શકે છે.અમેરિકન સ્ટાર્ટ અપ કંપની 'ઓરીયન સ્પૅન' આકાશમાં પ્રથમ લક્ઝરી હોટેલ બનાવવા માટે તૈયારી કરી રહ્યુ છે.આકાશમાં પહેલી લક્ઝરી હોટેલ 2021 સુધી તૈયાર થઇ જશે.જેમા એક રાતનું ભાડુ 5 કરોડ 12 હજાર 284 રૂપિયા(792,000 અમેરિકી ડોલર) હશે.

કેલિફોર્નિયાના 'સાન જોસ' માં યોજાયેલી 'સ્પેસ 2.0 સમિત' માં 'ઓરીયન સ્પૅન'એ ઍલાન કર્યું છે.આકાશમાં લક્ઝરી હોટલ બનવાનાર હોટલનું નામ
'ઔરોરા સ્ટેશન' રાખવામાં આવશે. હોટેલ 2021 સુધી તૈયાર થઈ જશે,પરંતુ રૂમનું બુકિંગ 2022થી શરૂ થશે.

કેવી હશે હોટલ?
આકાશમાં બનનાર પહેલા હોટેલની લંબાઈ 43.5 ફીટ અને પહોળાઈ 14.01 ફીટ હશે.જે જગ્યાએ તેનુ પ્લેટફોર્મ બનાવવામાં આવશે તે જગ્યાએ પૃથ્વીની કક્ષા(ઓરબીટ)થી 200 મીલ(321 કિલોમીટર) દૂર સ્થિત હશે.

કેટલો આવશે ખર્ચો?
શરૂઆતમાં આ હોટેલમાં 4 મુસાફરો અને 2 ક્રુ મંડળ માટે મહત્તમ 12 દિવસ સુધી રાહ જોવાની વ્યવસ્થા કરવામાં આવશે.જેના પર કુલ 10મિલીયન ડોલર એટલે કે આશરે 61.6 કરોડ રૂપિયા ખર્ચો આવશે.

જોઇ શકશો સુર્યોદય-સુર્યાસ્ત
'ઓરીયન સ્પૅન'ના સીઈઓ ફ્રેન્ક બેનેજરના કહેવા પ્રમાણે આકાશમાં હોટલ 90 મિનિટમાં પૃથ્વીની પરિક્રમા કરશે.જેમા આવનાર મુસાફરો 24 કલાકમાં લગભગ 16 વખત સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઇ શકશે.
First published: April 8, 2018, 2:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading