કોરોના વિરુદ્ધની લડાઇમાં ઉતરી દેશની પ્રથમ મહિલા સવિતા કોવિંદ

કોરોના વિરુદ્ધની લડાઇમાં ઉતરી દેશની પ્રથમ મહિલા સવિતા કોવિંદ
સવિતા કોવિંદ

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ 21, 000થી પાર થઇ ગયા છે.

 • Share this:
  કોરોના વાયરસ (Coronavirus)ની વિરુદ્ધ દેશની લડાઇમાં દરેક વ્યક્તિ હાલ પોતાની રીતે નાની મોટી સહાય કરી રહ્યું છે. આ સંકટના સમયે આપણે શક્ય તેટલી એકબીજાને મદદ કરવી જરૂરી છે. ત્યારે આ જ વિચારને આચારમાં મૂકી રહી છે દેશની પ્રથમ મહિલા સવિતા કોવિંદ (Savita Kovind). જે રાષ્ટ્રપતિ સંપદા પરિસર સ્થિત શક્તિ હાટમાં લોકો માટે માસ્ક બનાવી રહી છે. આ માસ્કને દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં આપવામાં આવશે. શક્તિ હાટમાં બનાવેલા આ માસ્કને દિલ્હી શહેરી આશ્રય સુધાર વોર્ડના અલગ અલગ શેલ્ટર હોમમાં આપવામાં આવશે. આ તસવીરમાં પણ દેખી શકાય છે કે માસ્ક બનાવતી વખતે દેશની પ્રથમ મહિલા એટલે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પત્ની સવિતા કોવિંદે પોતાના ચહેરાને લાલ રંગના કપડાથી બનાવેલા માસ્કથી ઢાંક્યું છે.

  દેશના વિભિન્ન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા કોરોના સંક્રમણના જે આંકડા સામે આવ્યા છે તે હવે 21, 000ની પાર થઇ ગયા છે. જ્યારે મૃત આંક 680 વધી ગયો છે.


  ત્યાં જ બીજી તરફ કોરોના વાયરસના કારણે 1 લાખ 80 હજારથી વધુ લોકોની મોત થઇ ચૂકી છે. જેમાંથી 2/3 યુરોપમાં થઇ છે. એએફપીનો આ આંકડા અધિકારિક સ્ત્રોત પર આધારિત છે. આ વાયરસ પહેલી વાર ગત વર્ષે ડિસેમ્બરમાં પહેલીવાર ચીનમાંથી સામે આવ્યો હતો.  આ આંકડા મુજબ દુનિયાભરમાં અત્યાર સુધી 1 લાખ 80 હજાર 289 લોકોની મોત થઇ ચુકી છે. અને 25 લાખ 96 હજાર 383 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. યુરોપમાં જ એક લાખ 12 હજાર 848 લોકોની મોત થઇ ચૂકી છે જ્યારે 12 લાખ 63 લાખ 802 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. કોરોનાથી સૌથી વધુ અમેરિકામાં 45 હજાર 153 લોકોની મોત થઇ ચૂકી છે. ઇટલીમાં કોરોના વાયરસથી 25 હજાર 85, સ્પેનમાં 21 હજાર 717, ફ્રાંસમાં 21 હજાર 340 અને બ્રિટનમાં 18 હજાર 100 લોકોની મોત થઇ ચૂકી છે.
  Published by:News18 Gujarati
  First published:April 23, 2020, 09:42 am

  ટૉપ ન્યૂઝ