અંબાણી પરિવારમાં લગ્નનો માહોલ, આકાશના લગ્નનું પહેલું આમંત્રણ સિદ્ધિવિનાયકને અપાયું

 • Share this:
  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી તેમના મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્નની કંકોતરી લઈને મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરે પ્રાર્થના કરવા ગયા હતા. આકાશ અંબાણીનું લગ્ન શ્લોકા મહેતા સાથે નિર્ધારિત થયું છે. પરંપરા અનુસાર લગ્નની પ્રથમ કંકોતરી અને આમંત્રણ દુંદાળા દેવના ચરણે તેમના મંદિરમાં આપવામાં આવ્યું હતું..

  માધ્યમોમાં પ્રાપ્ત અહેવાલો અનુસાર, શ્લોકા અને આકાશ અંબાણી આ માર્ચ મહિનાના અંત સુધીમાં પરિણયસૂત્રમાં બંધાઈ જશે. શ્લોકા અને આકાશનું સગપણ 28 જૂન, 2018ના રોજ થયું હતું.

  અહીં ક્લિક કરી વાંચોઃ કપિલ શર્માના ગુજરાતી ફેને પાર કરી તમાર હદો, વીડિયો થયો વાયરલ

  શ્લોકા મહેતા હીરાના વ્યવસાયકાર રસેલ મહેતાની દીકરી છે. મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અને શ્લોકા સાથે જ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા.

  આ અગાઉ મુકેશ અંબાણીના સુપુત્રી ઈશા અંબાણીનું લગ્ન ગત 12 ડિસેમ્બરે આનંદ પિરામલ સાથે થયું છે. આ લગ્ન દેશનું સૌથી ચર્ચાસ્પદ લગ્ન હતું જેમાં દેશ-વિદેશથી સંખ્યાબંધ મહેમાનો શામેલ થયા હતા.
  Published by:Sanjay Vaghela
  First published: