ચૂંટણી ઢંઢેરા પછી News18 સાથે PM મોદીનો સૌથી મોટો ઇન્ટરવ્યૂ

News18 Gujarati
Updated: April 9, 2019, 10:02 AM IST
ચૂંટણી ઢંઢેરા પછી News18 સાથે PM મોદીનો સૌથી મોટો ઇન્ટરવ્યૂ
ન્યૂઝ18ને ઇન્ટરવ્યૂ આપતા પીએમ મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ Network 18 Groupના એડિટર-ઇન-ચીફ રાહુલ જોશી સાથે અનેક મુદ્દે ખુલ્લીને ચર્ચા કરી હતી.

  • Share this:
નવી દિલ્હી : બીજેપીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ નેટવર્ક 18 ગ્રુપને સૌથી મોટો ઇન્ટરવ્યૂ આપ્યો છે. આ ઇન્ટરવ્યૂ 9મી એપ્રિલના રોજ સાંજે સાત કલાકે એક સાથે 20 ચેનલ પર પ્રસારિત થશે. પીએમ નરેન્દ્ર મોદીએ Network 18 Groupના એડિટર-ઇન-ચીફ રાહુલ જોશી સાથે અનેક મુદ્દે ખુલ્લીને ચર્ચા કરી હતી.

ઇન્ટરવ્યૂમાં મોદીએ કયા કયા મુદ્દે ચર્ચા કરી?

મોદીએ પોતાના ઇન્ટરવ્યૂમાં જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ. ઉત્તર પ્રદેશમાં સપા અને બસપાનું સંગઠન અને માયાવતીની ડૂબતી નૌકા, રાફેલને લઈને રાહુલના નિવેદન વગેરે બાબતે ચર્ચા કરી હતી.

ઈન્ટરવ્યૂ દરમિયાન મોદીએ જમ્મુ-કાશ્મીરમાંથી શા માટે કલમ 370 અને 35એ હટાવવી જરૂરી છે તે મુદ્દે પણ વાત કરી હતી.

જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપ અને પીડીપી વચ્ચે થયેલા ગઠબંધન અને બાદમાં ગઠબંધનમાં ભંગાણ પર પણ મોદીએ ખુલ્લીને વાત કરી હતી.

(વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પૂરો ઇન્ટરવ્યૂ ન્યૂઝ18 ગુજરાતી સહિત નેટવર્ક18ની તમામ ચેનલો પર મંગળવાર સાંજે 7 વાગ્યે અને રાત્રે 10 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે.)
First published: April 9, 2019, 8:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading