જન્મ બાદ માતાએ તરછોડ્યા, આજે સ્વિટ્ઝરલેન્ડમાં છે ભારતીય મૂળના પ્રથમ સાંસદ

નિકોલસ-સૈમ્યુઅલ ગગર

નિકોલસ કહે છે કે તે પોતાને જન્મ આપનાર માતાના આભારી છે, તેના કારણે જ તેને આ સફળતા મળી છે. તેને યાદ રાખવા માટે હું મારી પુત્રીનું નામ અનસૂયા રાખીશ.

 • Share this:
  અનસૂયાએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોઈ કે જે બાળકને તેણે 48 વર્ષ પહેલા કોઈ હોસ્પિટલમાં ત્યજી દીધું હતું તે સ્વિટ્ઝરલેન્ડની સંસંદ સુધી પહોંચનાર પ્રથમ ભારતીય બનશે. કર્ણાટકના ઉડૂપીમાં બસલ મિશન સંચાલિત સીએસએલ લોમબાર્ડ મેમેરિયલ હોસ્પિટલમાં 1 મે, 1970ના રોજ જન્મેલા નિકોલસ-સૈમ્યુઅલ ગગરને જન્મના એક પખવાડિયા બાદ જ સ્વિટ્ઝલેન્ડના એક દંપતીએ દત્તક લીધા હતા.

  નિકોલસના દત્તક માતાપિતા ફ્રેટ્ઝ અને એલિઝાબેથે તેમના જન્મના 15 દિવસમાં જ તેમના દત્તક લીધા હતા. સ્વિટ્ઝલેન્ડ જતા પહેલા ચાર વર્ષ સુધી તેઓ ભારતમાં જ રોકાયા હતા. ઉચ્ચ શિક્ષણને ચાલુ રાખવા માટે નિકોલસે ગાર્ડનર અને ટ્રક ડ્રાઈવરની નોકરી પણ કરી હતી. તેમના દત્તક માતાપિતાની આર્થિક સ્થિતિ એટલી સારી ન હતી કે તેઓ તેમને ઉચ્ચ શિક્ષણ આપી શકે.

  બાળકના ભવિષ્ય માટે માતાએ તેને છોડી દીધો

  નિકોલસે પોતાની પ્રથમ પાર્લિયામેન્ટ કોન્ફરન્સમાં કહ્યું કે, 'તેની માતા અનસૂયાએ જન્મ બાદ ડોક્ટર ઈ.ડી.ફ્લગફેલ્ડરને એવું કહીને મને સોંપી દીધો હતો કે, મને કોઈ એવા વ્યક્તિને દત્તક આપજો જે મારા ભણવાનો ખર્ચ ઉઠાવી શકે. જેનાથી મારું ભવિષ્ય ઉજ્જળું બને. બાદમાં ફ્લગફેલ્ડરે ગાગર દંપતીનો સંપર્ક કર્યો હતો. પછી જે થયું તે ઇતિહાસ છે.'

  ભારત સાથે ભાવનાત્મક સંબંધ

  નિકોલસ એ 143 ભારતીયોમાંથી એક છે જેમને કોઈને કોઈ દેશની સંસદનું સભ્યપદ પ્રાપ્ત થયેલું છે. નિકોલસે કહ્યું કે, ભારત જવું એ મારા માટે એક ભાવનાત્મક યાત્રા હશે.

  કેરળમાં વિતાવ્યા બાળપણના ચાર વર્ષ

  કર્ણાટકની હોસ્પિટલમાંથી સ્વિટ્ઝરલેન્ડની સંસદ સુધીની સફરને યાદ કરતા નિકોલસ જણાવે છે કે, 'કેરળના થાલાસ્સેરીમાં ચાર વર્ષ સુધી તેની નવી માતા તેને જર્મન અને ઇંગ્લિશ શીખવતી હતી. તેના પિતા નત્તૂર ટેક્નિકલ ટ્રેનિંગ ફાઇન્ડેશનમાં(NTTF) ટૂલમેકર હતા.'

  2002માં પ્રથમ વખત લડ્યા ચૂંટણી

  નિકોલસે કહ્યું કે, 2002માં મને જ્યૂરિચ નજીક જર્મનીની સરહદ સાથે જોડાયેલા વિંટરથર શહેરના ટાઉન કાઉન્સિલર તરીકે ચૂંટવામાં આવ્યો હતો. નવેમ્બર 2017માં મારી સંસદ તરીકે પસંદગી કરવામાં આવી હતી. ઇન્વેજેલિકલ પાર્ટી તરફથી મને ટિકિટ મળી હતી.

  આગામી દસ વર્ષ સુધી સ્વિસના સાંસદ બની રહેશે

  નિકોલસ બતાવે છે કે, તેઓ આગામી દશકા સુધી એક માત્ર ભારતીય મૂળના સ્વિસ સાંસદ રહેશે. કારણ કે અહીંના રાજકારણમાં કોઈ ભારતીય મૂળના લોકો સક્રિય નથી. 1992થી 1993 સુધી તેમણે કોલમ્બિયાના એક અનાથાલયમાં પણ કામ કર્યું હતું.

  NTTF સાથે નાતો

  તેઓ કેરળના નત્તૂર ટેક્નિકલ ટ્રેનિંગ ફાઉન્ડેશન સંસ્થા સાથે જોડાયેલા છે. આ સંસ્થા ભારત અને સ્વિટ્ઝરલેન્ડમાં ટેક્નિકલ એજ્યુકેશન પર કામ કરે છે. નિકોલસ જણાવે છે કે મેં ભારત અને સ્વિટ્ઝલેન્ડની સંસ્કૃતિને આત્મસાત કરી લીધી છે. હું આશા રાખું છું કે, ભારત અને સ્વિટ્ઝલેન્ડ સરકાર વચ્ચે સ્ટાર્ટઅપ માટે પણ મને મોકલવામાં આવશે.

  પુત્રીનું નામ સગી માતા પરથી રાખશે

  નિકોલસ કહે છે કે તે પોતાને જન્મ આપનાર માતાના આભારી છે, તેના કારણે જ તેને આ સફળતા મળી છે. તેને યાદ રાખવા માટે હું મારી પુત્રીનું નામ અનસૂયા રાખીશ. કારણ કે અનેક પ્રયાસો છતાં તે પોતાની માતાને શોધી નથી શક્યા.
  Published by:Vinod Zankhaliya
  First published: