નાગરિકતા સંશોધન બિલ 2019ને મુસ્લિમ લીગના 4 સાંસદોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું

News18 Gujarati
Updated: December 12, 2019, 2:28 PM IST
નાગરિકતા સંશોધન બિલ 2019ને મુસ્લિમ લીગના 4 સાંસદોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું
કોર્ટે સરકાર અને યાચિકાકર્તાથી કહ્યું કે બાળકોની તસ્કરી કેમ થઇ રહી છે તે પર થોડું રિસર્ચ કરો અને જવાબ દાખલ કરો. સાથે જ તે પણ જણાવો કે આ મામલે ઉકેલ શું છે. જો જરૂર પડી તો કોર્ટે આ પર એક્સપર્ટની બેઠકનું ગઠન કરશે. આ મામલે હવે સુનવણી બે સપ્તાહ પછી છે.

જમીયત ઉલેમા-એ-હિન્દ નાગરિકતા સંશોધન બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે : મૌલાના સૈયદ અરશદ મદની

  • Share this:
નવી દિલ્હી : સંસદમાં પાસ થયેલા નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019)ને લઈ વિરોધ સતત ચાલી રહ્યો છે. સંસદ (Parliament) અને માર્ગો પર વિરોધ બાદ હવે આ બિલનો સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં પડકારવામાં આવ્યું છે. ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગ (IUML)ના ચાર સાંસદોએ આજે આ વિવાદાસ્પદ બિલની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કીર તેની બંધારણવાદ પર સવાલ ઊભા કર્યા છે. નોંધનીય છે કે લીગે પહેલા જ કહ્યું હતું કે જો આ બિલ સંસદના બંને ગૃહોમાં પાસ થઈ જશે તો આઈયૂએમએલ તેને કોર્ટમાં પડકારશે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ (Kapil Sibbal) મુસ્લિમ લીગ તરફથી મામલાની રજૂઆત કરશે. બીજી તરફ, મુસ્લિમ સમુદાયની સર્વોચ્ચ સંસ્થા જમીયત ઉલેમા-એ-હિન્દે કહ્યું છે કે તેઓ આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

જમીયત ઉલેમા-એ-હિન્દ (Jamiat Ulema-e-Hind)ના વરિષ્ઠ નેતા મૌલાના સૈયદ અરશદ મદની (Maulana Sayed Arshad Madani)એ બિલ પર પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે આ બિલ હિન્દુસ્તાનની ધાર્મિક એકતાને સાંપ્રદાયિક આધાર પર વહેંચે છે. જ્યારે બંધારણના આર્ટિકલ-14 (Article-14)માં દેશના દરેક નાગરિકને સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ અધિકાર જણાવે છે કે કોઈ પણ નાગરિકની સાથે ધાર્મિક આધાર પર ભેદભાવ ન કરી શકાય. પરંતુ હાલનું બિલ ધાર્મિક આધાર પર કેટલાક વર્ગોને ભારતની નાગરિકતા આપવા અને મુસલમાનોને ન આપવાની વાત કરે છે.

મદનીએ વધુમાં કહ્યુ કે, આ બિલ બાદ મુસલમાનો માટે રાષ્ટ્રીય નાગરિકતા મેળવવામાં મુશ્કેલી આવશે જેનો તેઓ દરેક સ્તરે વિરોધ કરશે. તેઓએ કહ્યુ કે આ બિલ રાજ્યસભામાં પાસ ન થાય તે માટે તેઓએ અનેક રાજકીય પાર્ટીઓનો સંપર્ક કર્યો હતો. પરંતુ અનેક પાર્ટીઓએ પોતાના બિનસાંપ્રદાયિક્તા (Secular) સિદ્ધાંતો સાથે સમજૂતી કરી લીધી જેના કારણે કેન્દ્ર સરકાર આ બિલ રાજ્યસભા (Rajya Sabha)માં સરળતાથી પાસ કરાવી શકી. તેઓએ આ દેશ માટે દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય ગણાવ્યો છે.

આ પણ વાંચો, મોદી સરકારે 7 મહિનામાં પૂરા કર્યા 3 વાયદા, હવે સમાન નાગરિક સંહિતા બિલ લાવવાની તૈયારી

વિપક્ષ મુજબ મુસ્લિમોની વિરુદ્ધ છે નાગરિકતા સંશોધન બિલ

ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગનું કહેવું છે કે નાગરિકતા સંશોધન બિલ (CAB) બંધારણના આર્ટિકલ 14 હેઠળ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે, કારણ કે તેને ધર્મ (Religion)ના આધારે બનાવવામાં આવ્યું છે. બીજ તરફ, વિપક્ષનું કહેવું છે કે આ બિલ મુસ્લિમો (Muslim)ની વિરુદ્ધ છે. આ બિલ પાકિસ્તાન (Pakistan), અફઘાનિસ્તાન (Afghanistan) અને બાંગ્લાદેશ (Bangladesh)માં ધાર્મિક દમનના કારણે ભારત આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરવાની છૂટ આપે છે. બિલની જોગવાઈઓ મુજબ હિન્દુ, શીખ, જૈન, પારસી, ખ્રિસ્તી અને બૌદ્ધ શરણાર્થીઓને ભારતની નાગરિકતા મેળવવામાં સરળતા રહેશે.નાગરિકતા સંશોધન બિલ અંગે ક્વિઝ રમો...


આ પણ વાંચો, નાગરિકતા સંશોધન બિલ પર આસામમાં આક્રોશ, PM મોદીએ કહ્યુ- તમારા અધિકારોનું હનન નહીં થાય
First published: December 12, 2019, 2:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading