અબૂ ધાબીમાં બનશે પહેલું હિંદુ મંદિર, PM મોદી હસ્તે રખાશે આધારશિલા

News18 Gujarati
Updated: February 10, 2018, 5:49 PM IST
અબૂ ધાબીમાં બનશે પહેલું હિંદુ મંદિર, PM મોદી હસ્તે રખાશે આધારશિલા
અક્ષરધામ મંદિરમાં ભગવાન કૃષ્ણ, ભગવાન મહેશ્વર અને ભગવાન અયપ્પાની મૂર્તિઓ સ્થાપીત કરવામાં આવશે...

અક્ષરધામ મંદિરમાં ભગવાન કૃષ્ણ, ભગવાન મહેશ્વર અને ભગવાન અયપ્પાની મૂર્તિઓ સ્થાપીત કરવામાં આવશે...

  • Share this:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દેશના પ્રવાસે ગયા છે. તેઓ અબુ ધાબીમાં મંદિરની આધારશિલા રાખશે. 2015માં યુએઈની સરકારે હિંદુ મંદિર માટે જમીન ફાળવણી કરી હતી. અબુ ધાબીથી 41 કિમી દુર દૂર વાથબામાં 20 હજાર વર્ગ કિમીના વિસ્તારમાં મંદિર બનાવવામાં આવશે.

વર્ષ 2015માં જ્યારે પીએમ પહેલીવાર અબૂ ધાબી ગયા હતા, ત્યારે તેમણે અહીંના લોકોને મંદિરનો વાયદો કર્યો હતો. હવે બે વર્ષ બાદ આ વાયદો પૂરો થશે અને અહીં વસતા હિંદુઓનું સપનું સાકાર થશે. યુએઈમાં લગભગ 2.6 મિલિયન ભારતીય રહે છે અને અહીંની જનસંખ્યાના તે 30 ટકા છે.

મળતી માહિતી અનુસાર આ અક્ષરધામ મંદિરમાં ભગવાન કૃષ્ણ, ભગવાન મહેશ્વર અને ભગવાન અયપ્પાની મૂર્તિઓ સ્થાપીત કરવામાં આવશે. આ સિવાય મંદિર પરિસરમાં એક બગીચો અને ફૂવારો પણ લગાવવામાં આવશે. તમને જણાવીએ કે, PM મોદી 11 ફેબ્રુઆરીએ દુબઈના ઓપેરા હાઉસથી વીડિયો કોન્ફરન્સ દ્વારા મંદિરની આધારશિલા રાખશે.

ઉલ્લેખનીય છે કે, દુબઈમાં બે હિંદુ મંદિર અને એક ગુરૂદ્વારા છે. યુએઈમાં ભારતીય રાજદૂત નવદીપ સિંહ સુરીએ જણાવ્યું કે, 'મને વિશ્વાસ છે કે, મંદિરના નિર્માણ બાદ આ માત્ર ભારતીય સંસ્કૃતિનું પ્રતિક નહીં હોય, પરંતુ આ યુએઈની વિવિધતા અને સૌહાર્દને પણ દર્શાવશે'.
Published by: kiran mehta
First published: February 10, 2018, 5:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading