Home /News /national-international /

...તો 2020માં ટ્રમ્પની પાર્ટી સામે રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે એક ભારતીય

...તો 2020માં ટ્રમ્પની પાર્ટી સામે રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે એક ભારતીય

અમેરિકાની સંસદમાં ભગવત ગીતા પર હાથ રાખી શપથ ગ્રહણ કર્યા બાદ ચર્ચામાં આવેલી મૂળ ભારતીય તુલસી ગબાર્ડ ફરી એકવાર ચર્ચામાં છે.

અમેરિકાની સંસદમાં ભગવત ગીતા પર હાથ રાખી શપથ ગ્રહણ કર્યા બાદ ચર્ચામાં આવેલી મૂળ ભારતીય તુલસી ગબાર્ડ ફરી એકવાર ચર્ચામાં છે.

    અમેરિકાની સંસદમાં ભગવત ગીતા પર હાથ રાખી શપથ ગ્રહણ કર્યા બાદ ચર્ચામાં આવેલી મૂળ ભારતીય તુલસી ગબાર્ડ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકાની સાંસદ તુલસી ગબાર્ડ 2020માં અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટ પાર્ટીની ઉમેદવાર હશે. તુલસી 2013થી અમેરિકાના હવાઈ રાજ્યથી હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં ડેમોક્રેટ સાંસદ છે. તેઓ અમેરિકી સંસદમાં જગ્યા બનાવનારી પહેલી હિંદુ પણ છે.

    આ પણ વાંચો આ તસવીર થઇ વાયરલ, નહીં રોકી શકો આંખમાંથી આંસુ

    લોસ એનજલ્સમાં શુક્રવારે એક કાર્યક્રમ દરમિયાન ભારતીય મૂળના અમેરિકી ડોકટર સંપત શિવાંગીએ તુલસીનો પરિચય જણાવતાં તેઓને 2020માં રાષ્ટ્રપતિ પદના દાવેદાર ગણાવ્યાં. આ અંગે દર્શકોએ ઘણાં સમય સુધી તાળીઓ વગાડી. જો કે તુલસીએ પોતે રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી અંગે કોઈ નિવેદન આપ્યું નથી. માનવામાં આવે છે કે તેમની દાવેદારી પર ક્રિસમસ પછી નિર્ણય લેવામાં આવી શકે છે. જો કે સ્થિતિઓને જોતાં તુલસી આ અંગેની સત્તાવાર જાહેરાતમાં એક વર્ષ સુધીનો સમય લઈ શકે છે.

    આ વચ્ચે દાવો કરાયો છે કે તુલસી અને તેની ટીમે પહેલાંથી જ વોટર્સ અને દાનકર્તાઓ વચ્ચે રાષ્ટ્રપતિ પદના સંભવિત ઉમેદવાર તરીકે પહોંચવાનું શરૂ કરી દીધું છે. તેમના અભિયાનમાં ભારતીય-અમેરિકીઓને પ્રમુખ રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. તુલસી ગબાર્ડ પહેલાંથી ભારતીય મૂળના અમેરિકી નાગિરકો વચ્ચે લોકપ્રિય છે. ભારતીય-અમેરિકીઓનો સમૂહ, યહૂદી અમેરિકીઓ પછી દેશના સૌથી વધુ પ્રભાવશાળી અને અમીર ગ્રુપ માનવામાં આવે છે. આ કારણે જ અમેરિકાના 50માં રાજ્ય હવાઈથી સતત જીત મેળવી રહ્યાં છે. ચાર વખતની સાંસદ તુલસી ભારત અમેરિકાના સંબંધોની મોટી સમર્થક છે. તે હાલ હાઉસની તાકાતવર આર્મ્ડ સર્વિસ કમિટી અને વિદેશી બાબતોની કમિટીની સભ્ય છે.

    કોણ છે તુલસી ગબાર્ડ ?

    ગબાર્ડ મૂળરૂપથી ભારતના નથી. તેમનો જન્મ અમેરિકાના સમોઆમાં એક કેથેલિક પરિવારમાં થયો છે. તેમની મા કોકશિય (એશિયાઈ મહાદ્વીપથી સંબંધિત) હિંદુ છે. જે અંતર્ગત તુલસી ગબાર્ડ શરૂઆતથી જ હિંદુ ધર્મની અનુયાયી રહી છે. જો ગબાર્ડ રાષ્ટ્રપતિ પદ માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી છે તો કોઈ મોટાં રાજકીય પક્ષ તરફથી વ્હાઈટ હાઉસ માટે ઊભી રહેનારી પહેલી હિંદુ ઉમેદવાર હશે. સાથે જ જો તે ચૂંટાય છે તો અમેરિકાની પહેલી મહિલા અને સૌથી યુવા રાષ્ટ્રપતિનું બહુમાન પર મેળવી શકે છે. સાંસદ બન્યાં બાદ તુલસી પહેલી સાંસદ હતી જેને ભાગવત ગીતા પર શપથ લીધા હોય.
    Published by:Sanjay Vaghela
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन