મંગળ પર હેલિકોપ્ટર ઉડાડવા 'NASA'નું મિશન પાછું ઠેલાયું, આવી થઈ છે તૈયારીઓ

નાસાના Ingenuity Mars Helicopter

નાસા એપ્રિલ મહિનામાં ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. નાસા મંગળ ગ્રહ પર માર્સ હેલિકોપ્ટર ઉડાડશે.

  • Share this:
નાસા એપ્રિલ મહિનામાં ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. નાસા મંગળ ગ્રહ પર માર્સ હેલિકોપ્ટર ઉડાડશે. એવું પ્રથમ વખત બનશે કે અન્ય ગ્રહ પર એરક્રાફ્ટના માધ્યમથી હેલિકોપ્ટર ઉડાડવામાં આવશે. નાસાના કેલિફોર્નિયા(પાસાડેના) ખાતેના જેટ પ્રોપ્યુલેશન લેબોરેટરી(JPL) દ્વારા 8મી એપ્રિલના સ્થાને 11મી એપ્રિલે હેલિકોપ્ટર લોન્ચ કરવાનો નિર્ણય લેવાયો છે. લેબોરેટરીએ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપતા કહ્યું છે કે, આવો અમારી સાથે ઉડાન ભરો. #MarsHelicopter ક્યારેય ન થયું હોય તે કરવા તૈયાર છે. અન્ય ગ્રહમાં નિયંત્રિત ફલાઇટ ઉડશે, જે એક સિદ્ધિ છે. જોકે તે 11 એપ્રિલ પહેલા ઉડી શકે તેમ નથી. આ દરમિયાન એપાટલી નામની ટેકનોલોજીનું પરીક્ષણ કરવામાં આવશે. જો અન્ય ગ્રહ પર ફલાઇટ સફળ થાય તો વિજ્ઞાનની ક્ષિતિજ વધુ વિસ્તૃત થઈ શકે છે.

મંગળ પર ફલાઇટ ઉડાડવી પૃથ્વી કરતા ખૂબ મુશ્કેલ છે. મંગળ પર પૃથ્વીના ત્રીજા ભાગ જેટલું ગુરુત્વાકર્ષણ બળ છે. જોકે, ત્યાંની આબોહવા પૃથ્વીની સપાટી કરતા 1 ટકા ઘન છે.

મંગળ પર દિવસ દરમિયાન પણ પૃથ્વીની સરખામણીએ માત્ર અડધી સૂર્ય ઉર્જા જ પહોંચે છે. મંગળ પર રાત્રે માઇનસ 90 ડીગ્રી સેલ્શિયસ જેટલું તાપમાન નીચે પડી જાય છે. જેનાથી કોઈપણ ઇલેક્ટ્રિક સામગ્રી તૂટી શકે છે.

પર્સિવરન્સ રોવર દ્વારા પૂરા પાડવામાં આવેલ ઉપલબ્ધ જગ્યાની અંદર ફિટ થવા માટે હેલિકોપ્ટર નાનું હોવું આવશ્યક છે અને ઠંડી વધુ હોવાથી જામી ન જાય તે માટે ઈંટર્નલ હિટરમાં પૂરતી ઉર્જા હોવી જરૂરી છે. સાથે જ હેલિકોપ્ટર પણ ઓછા વજનનું હોય તે મહત્વપૂર્ણ છે.

રેરીફાઇડ એરમાં તેના રોટર્સની કામગીરીથી લઈને તેના સોલર પેનલ્સ, ઇલેક્ટ્રિકલ હીટર અને અન્ય સાધનોનું પરીક્ષણ દક્ષિણ કેલિફોર્નિયામાં નાસાની જેપીએલની વેક્યુમ ચેમ્બર અને પરીક્ષણ પ્રયોગશાળાઓમાં કરવામાં આવ્યું છે.

જેપીએલમાં માર્સ હેલિકોપ્ટરના ચીફ એન્જીનીયર બોબ બલરામે કહ્યું હતુ કે, છ વર્ષ પહેલાં આ પ્રોજેકટની તૈયારીઓ શરૂ થઈ હતી. ત્યાર બાદ હવે ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. જોકે મંગળની સપાટી પર તેને તૈનાત કરવું એક મોટો પડકાર હશે. ત્યારે મંગળ પર ઠંડીગાર રાતે ટકવું પણ મોટી બાબત હશે.
First published: