ઇન્દોર : કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણનો શિકાર બનેલા દેશના પ્રથમ ડૉક્ટર (Indore Doctor)નું મોત થયું છે. ઇન્દોર નિવાસી ડૉક્ટર શત્રુઘ્ન પંજવાની (Dr Shatrughan Panjwani)નું કોવિન-19ને કારણે નિધન થયું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ડૉક્ટર પંજવાનીએ ગુરુવારે સવારે સાડા ચાર વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કોરોના સંક્રમિત લોકોની સારવાર (Treatment)ના કામ સાથે જોડાયેલા ન હતા. આથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેઓ કોઈ કોવિડ 19 પોઝિટિવ દર્દી (Corona Positive Patient)ના સંપર્કમાં આવ્યા હશે.
મધ્ય પ્રદેશમાં 397 કેસ
મધ્ય પ્રદેશમાં બુધવાર સુધી કોરોના વાયરસના 397 પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 30 લોકોનાં મોત થઈ ચુક્યા છે. જ્યારે ફક્ત ઇન્દોરમાં જ કોરોના વાયરસના 213 પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે, જેમાંથી 21નાં મોત થઈ ચુક્યા છે. આનાથી ઉલટું 14 એવા લોકો છે જેઓ સારવાર બાદ સાજા થઈ ગયા છે.
મધ્ય પ્રદેશમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. શિવરાજે પોલીસને આદેશ આપ્યા છે કે જો કોઈ કોરોના સંક્રમણને છૂપાવે છે તો તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે. સાથે જ શિક્ષાત્મક કાર્યવાહી કરવાના પણ આદેશ કરવામાં આવ્યા છે. આ સાથે જ ભોપાલ, ઇન્દોર અને ઉજ્જૈનને હૉટસ્પોટ વિસ્તારની જેમ સંપૂર્ણ બંધ કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. જ્યારે કોરોનાના સંક્રમણનો સામનો કરી રહેલા 14 જેટલા જિલ્લામાં લૉકડાઉનનો કડક અમલ કરવાની સૂચના આપવામાં આવી છે.
તબલીગી જમાતના લોકોને આપી હતી ચેતવણી
આ પહેલા શિવરાજસિંહ ચૌહાણે તબલીગી જમાતના લોકોને ચેતવણી આપતા કહ્યું હતું કે આ લોકો નિઝામુદ્દીનના મરકઝમાં સામેલ થઈને અહીં પહોંચ્યા છે, આ લોકો 24 કલાકની અંદર તંત્ર સામે હાજર નહીં થાય તો તેમની સામે ગુનાહિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર