પ્રથમ દલિત શીખ બન્યાં ઉત્તર દિલ્હીનાં મેયર, પહેલા ચા વેચતા'તા

PM મોદી સાથે અવતાર સિંઘ

ન્યુ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની બહુમતિ છે. મેયરની એક વર્ષની ટર્મ છે.

 • Share this:
  દિલ્હી: ભાજપનાં કોર્પોરેટર અવતાર સિંઘ ઉત્તર દિલ્હીનાં સૌ પ્રથમ દલિત શીખ મેયર બન્યા છે. અવતાર સિંઘ પહેલા દિલ્હીમાં ચા વેચતા હતા. આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, અવતાર સિંઘ સૌ પ્રથમ દલિત શીખ છે કે જેઓ ઉત્તર દિલ્હીનાં મેયર બન્યા છે.

  સુત્રોએ જણાવ્યું કે, દિલ્હીનાં ભાજપ યુનિટ દ્વારા અવતાર સિંઘને ઉત્તર દિલ્હીનાં મેયર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. નોર્થ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મિટિંગ હોલમાં આ ચૂંટણી યોજાઇ હતી જેમાં અવતાર સિંઘની બિનહરીફ નિમણૂંક થઇ હતી.

  દિલ્હી ભાજપનાં એક વરીષ્ઠ નેતાએ જણાવ્યું કે, અવતાર સિંઘ એ ખૂબ મહેનતું કાર્યકર છે. તેમના કર્મઠ સ્વભાવનાં કારણે તેઓ આજે દિલ્હીનાં મેયર પદ સુધી પહોંચ્યા છે. ચા વાળાથી લઇ આજે તેઓ દિલ્હીનાં મેયર સુધી પહોંચ્યા છે.
  વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા ચૂંટાયેલા મેયર અવતાર સિંઘને મળ્યા હતા અને શુભેચ્છા સંદેશ આપ્યા હતા.

  ન્યુ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની બહુમતિ છે. મેયરની એક વર્ષની ટર્મ છે. ત્રીજા વર્ષની મેયર માટેની ટર્મ દલિત ઉમેદવાર માટે અનામત છે.

  આ પહેલા દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર તરીકે અંજુ કાંગરાની મેયર પદ માટે નિમણૂંક કરવામાં આવી હતી.
  Published by:Vijaysinh Parmar
  First published: