વિદ્યાર્થિનીઓ બુરખો પહેરી કોલેજ પહોંચી તો પ્રિન્સિપલે કેમ્પસથી ભગાડી મૂકી!

હાથમાં લાકડી લઈને બુરખાધારી વિદ્યાર્થિનીઓને ભગાડતાં પ્રિન્સિપલ કેમેરામાં કેદ થયા

News18 Gujarati
Updated: September 11, 2019, 10:39 AM IST
વિદ્યાર્થિનીઓ બુરખો પહેરી કોલેજ પહોંચી તો પ્રિન્સિપલે કેમ્પસથી ભગાડી મૂકી!
હાથમાં લાકડી લઈને બુરખાધારી વિદ્યાર્થિનીઓને ભગાડતાં પ્રિન્સિપલ કેમેરામાં કેદ થયા
News18 Gujarati
Updated: September 11, 2019, 10:39 AM IST
ફિરોજાબાદ : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ફિરોજાબાદ (Firozabad)માં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં બુરખો (burqa) પહેરીને કોલેજ આવતાં પ્રિન્સિપલ (principal)એ વિદ્યાર્થિનીઓને ભગાડી મૂકી. મળતા અહેવાલો મુજબ, પ્રિન્સિપલ લાકડી લઈને બુરખો પહેરીને આવેલી વિદ્યાર્થિનીઓને ભગાડી મૂકી. પીડિત વિદ્યાર્થિનીઓએ પણ મામલાની પુષ્ટિ કરી છે. વિદ્યાર્થિનીઓનું માનીએ તો તેમને કોલેજ પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે કે રસ્તામાં બુરખો ઉતારીને કોલેજમાં પ્રવેશ કરો.

એસઆરકે ડિગ્રી કોલેજનો મામલો

મળતી જાણકારી મુજબ, મામલો ફિરોજાબાદ સ્થિત એસઆરકે ડિગ્રી કોલેજનો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ડિગ્રી કોલેજમાં બુરખો પહેરીને આવવા પર પ્રતિબંધ છે. પીડિત વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને કહેવામાં આવે છે કે તેઓ બુરખો ઉતારીને કોલેજમાં પ્રવેશ કરે. બીજી તરફ, કોલેજના પ્રિન્સિપલ પ્રભાસકર રાયનું કહેવું છે કે આ નિયમ ઘણો જૂનો છે. અહીં વિદ્યાર્થીઓને યૂનિફોર્મમમાં આવવાનું હોય છે. તેઓએ કહ્યું કે કોલેજમાં હજુ એડમિશન ચાલી રહ્યા હતા. એવામાં આ નિયમનું થોડા દિવસથી કડક પાલન નહોતું કરવામાં આવતું.

આ પણ વાંચો, કામલીલાના 10 વીડિયો જગજાહેર થયા બાદ સાધુ જ્યોતિગીરી ફરાર

એડમિશન પ્રક્રિયા પૂરી થઈ ગઈ

પ્રભાસકર રાયે કહ્યું છે કે, એડમિશન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. તેથી 11 સપ્ટેમ્બર બાદથી પરિચય પત્ર (identity card) અને યૂનિફોર્મ વગર કોલેજ કેમ્પસમાં પ્રવેશ નહીં આપવામાં આવે. પ્રભાસકર રાય મુજબ, બુરખો ડ્રેસ કોડમાં નથી આવતો. જો કોલેજ પ્રશાસન દ્વારા નિર્ધારિત ડ્રેસ છે, માત્રે તેને જ પહેરીને કોલેજમાં આવવાની મંજૂરી આપવામાં આવશે.
Loading...

વિદ્યાર્થિનીઓને કહેવામાં આવે છે કે બસ સ્ટેન્ડ જઈને બુરખો ઉતારો

એનડીટીવીના અહેવાલ મુજબ, કોલેજમાં પોલીસ તહેનાત છે. પોલીસ બુરખો પહેરીને કોલેજ આવનારી વિદ્યાર્થિનીઓને રોકી દે છે. પછી વિદ્યાર્થિનીઓને કહેવામાં આવે છે કે બસ સ્ટેન્ડ જઈને બુરખો ઉતારો. ત્યારબાદ કોલેજમાં પ્રવેશ મળશે. બીજી તરફ, ક્લાસની અંદર બુરખો ઉતારવાની મંજૂરી નથી. તમામ બુરખાધારી વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે તેઓ હંમેશા બુરખામાં કોલેજ આવે છે, પરંતુ અચાનક આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો, પિતાનો શિક્ષક મિત્ર કરતો હતો યૌન શૌષણ, કિશોરીએ કંટાળીને કર્યો આપઘાતનો પ્રયાસ
First published: September 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...