ભારત દેશના સૌથી પ્રદૂષિત શહેરોમાં આ સીટીનો થયો સમાવેશ , જાણો શું છે કારણ

ફિરોઝાબાદ સૌથી વધું પ્રદુષિત શહેરમાં સમાવેશ થયો છે.

firozabad news:ફિરોઝાબાદ જેવું શહેર દેશનું સૌથી પ્રદૂષિત શહેર બન્યા બાદ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. કાનપુર, ગાઝિયાબાદ, નોઈડા, અલીગઢ અને આગ્રા જેવા શહેરોને હરાવીને ફિરોઝાબાદે આ ખિતાબ મેળવ્યો છે.

 • Share this:
  મનીષ કુમાર/ફિરોઝાબાદ: દિવાળીથી યુપીના મેટ્રો શહેરોમાં પ્રદૂષણ વધવાની ચર્ચા ચાલી રહી છે, પરંતુ ફિરોઝાબાદ (firozabad) જેવું શહેર દેશનું સૌથી પ્રદૂષિત શહેર (most polluted city) બન્યા બાદ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. કાનપુર, ગાઝિયાબાદ, નોઈડા, અલીગઢ અને આગ્રા જેવા શહેરોને હરાવીને ફિરોઝાબાદે આ ખિતાબ કેવી રીતે મેળવ્યો. મંગળવારે ફિરોઝાબાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (Quality Index) 489 નોંધાયો હતો, જે દેશમાં સૌથી વધુ હતો. આશ્ચર્યની વાત તો એ છે કે પ્રદુષણ વિભાગના (Pollution Department) અધિકારીઓ પણ સમજી શકતા નથી કે અચાનક શું થયું. દિવાળીની રજાઓને (Diwali holidays) કારણે બંગડી ઉદ્યોગમાં સળગતા ભઠ્ઠાઓ ઠંડા પડી રહ્યા છે ત્યારે આ સ્થિતિ છે.

  બીજી ચોંકાવનારી વાત એ છે કે, ફિરોઝાબાદ જિલ્લાનો મોટા ભાગનો ભાગ તાજ ટ્રેપેઝિયમ ઝોન (TTZ)માં આવે છે. આ કારણોસર, ત્યાં પ્રદૂષણનું સ્તર નીચું રાખવાના પ્રયાસો પહેલેથી જ ચાલી રહ્યા છે. ઉદાહરણ તરીકે, 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે. આ સિવાય ફિરોઝાબાદના મોટા વિસ્તારમાં ત્રણ ટનથી ઓછા વજનવાળા નાના કોમર્શિયલ વાહનો પર પણ પ્રતિબંધ છે. બંગડી ઉદ્યોગની તમામ ભઠ્ઠીઓ ગેસથી સંચાલિત છે. તો પછી પ્રદૂષણનું આ સ્તર કેવી રીતે વધ્યું? તે સૌથી મોટો પ્રશ્ન છે.

  આ પણ વાંચો: રાજસ્થાન: બાડમેર-જોધપુર હાઈ-વે પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 12 લોકો જીવતા ભડથું થયાં

  આ અંગે ફિરોઝાબાદમાં તૈનાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રાદેશિક અધિકારી મનોજ કુમારે કહ્યું કે, તેઓ પોતે પણ એ વાતથી વાકેફ નથી કે, એર ક્વોલિટી ઈન્ડેક્સનો ડેટા આટલો કેવી રીતે આવી રહ્યો છે. ફિરોઝાબાદમાં દિવાળીની રજામાં કામદારો જતા રહેવાને કારણે ભઠ્ઠીઓ પણ બંધ છે. શક્ય છે કે એનસીઆરમાં (NCR) પ્રદૂષણના સ્તરની અસર ફિરોઝાબાદ પર પણ પડી હોય. તેને નિવારવા માટે જિલ્લામાં અનેક પગલા લેવામાં આવી રહ્યા છે.

  પહેલાથી 15 વર્ષની જૂના વાહનો પર પ્રતિબંધ

  પ્રદુષણ નિયંત્રણ બોર્ડે મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને રસ્તા પર પાણીનો છંટકાવ કરવા સૂચના આપી છે. આ ઉપરાંત વાહનવ્યવહાર વિભાગને વાહનોનું સઘન ચેકિંગ કરવા પણ કહેવામાં આવ્યું છે. જો કોઈ 15 વર્ષથી વધુ જૂનું વાહન રસ્તા પર દોડતું જોવા મળે તો તેનું ચલણ કરવું જોઈએ. આ સિવાય ખોદકામના કામ પર પણ નિયંત્રણ હોવું જોઈએ.

  આ પણ વાંચો: દરિયા માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસવાડવાનું ષડયંત્ર, દ્વારકામાંથી પકડાયું રૂ. 350 કરોડનું

  નાના કાચના ઉદ્યોગના કારણે પ્રદુષણ વધ્યું

  પર્યાવરણવિદ ડૉ. શરદ ગુપ્તાએ આગરા અને ફિરોઝાબાદમાં પ્રદૂષણના વધતા સ્તરનું અલગ કારણ આપ્યું. તેમણે કહ્યું કે ફિરોઝાબાદના દરેક ગામમાં નાના કાચના ઉદ્યોગો ખુલ્યા છે. ગ્રીન ગેસનો પુરવઠો તેમના સુધી પહોંચ્યો નથી. આવી સ્થિતિમાં, ભઠ્ઠીઓ ચલાવવા માટે મોટા પાયે આ ઉદ્યોગોમાં જૂતાની ક્લિપિંગ્સ આડેધડ સળગાવવામાં આવી રહી છે. આગ્રામાં શૂઝનો મોટો બિઝનેસ છે. સિન્થેટિક મટિરિયલમાંથી બનેલી આ ક્લિપિંગ્સ ઘણું પ્રદૂષણ કરે છે.
  Published by:kuldipsinh barot
  First published: