Home /News /national-international /ઈમરાન પહેલા પણ પાકિસ્તાનના અનેક નેતાઓ પર થયા હતા હુમલા, અને આ નેતાઓની જાહેરમાં કરાઈ હત્યા

ઈમરાન પહેલા પણ પાકિસ્તાનના અનેક નેતાઓ પર થયા હતા હુમલા, અને આ નેતાઓની જાહેરમાં કરાઈ હત્યા

ઈમરાન પહેલા પણ અનેક નેતાઓ પર હુમલા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની રેલીમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ફાયરિંગમાં ખાન પણ ઘાયલ થયા હતા. તેમના સિવાય ચાર વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ખાનને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાથે જ એક હુમલાખોરની પણ ધરપકડ કરવામાં આવી છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની રેલીમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ફાયરિંગમાં ખાન પણ ઘાયલ થયા હતા. તેમના સિવાય ચાર વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ખાનને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાથે જ એક હુમલાખોરની પણ ધરપકડ કરવામાં આવી છે.

    જો કે, આ પહેલો કિસ્સો નથી જ્યારે દેશના કોઈ મોટા નેતા પર આવો ખૂની હુમલો થયો હોય. દેશની આઝાદી બાદ પાકિસ્તાનમાં અનેક રાજનેતાઓની હત્યા કરવામાં આવી છે. જેમાં પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાનથી લઈને બેનઝીર ભુટ્ટો સુધીના ટોચના નેતાઓ સામેલ હતા. આવો જાણીએ તેમના વિશે...

    Liaquat Ali Khan
    લિયાકત અલી ખાન


    આ પણ વાંચો: ઈમરાનની રેલીમાં ફાયરિંગમાં 1નું મોત, હુમલા બાદ પૂર્વ પાક PMએ કહ્યું- હું ફરી લડીશ...

    પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાનની રાવલપિંડીના કંપની બાગ સ્ટેજ પર હત્યા કરવામાં આવી હતી. આ કંપની ગાર્ડનને પાછળથી લિયાકત બાગ નામ આપવામાં આવ્યું હતું.

    દેશના અન્ય પીઢ નેતા, ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને જનરલ ઝિયા-ઉલ-હકના લશ્કરી શાસન દ્વારા ફાંસી આપવામાં આવી હતી. તેને થોડા સમય બાદ લિયાકત બાગમાં ફાંસી આપવામાં આવી હતી. તેમની ફાંસીના નવ વર્ષ પછી, ઝિલા-ઉલ-હકનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. જો કે, કેટલાક વર્તુળોમાં તે હત્યા હોવાની શંકા છે.

    Zulfikar Ali Bhutto
    ઝુલ્ફીકાર અલી ભુટ્ટો


    પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રહેતા બે વખતના વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની 27 ડિસેમ્બર 2007ના રોજ રાવલપિંડીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ બેનઝીરને ઉચ્ચ સુરક્ષા હેઠળ રાખવામાં આવી હતી. પરંતુ ગોળીબારમાં તેનું મોત થયું હતું. બેનઝીર ભુટ્ટો પાકિસ્તાનના વર્તમાન વિદેશ મંત્રી બિલાવલ ઝરદારી ભુટ્ટોના માતા હતા.

    Benazir Bhutto
    બેનઝીર ભુટ્ટો


    આ પણ વાંચો: VIDEO: ઈમરાન ખાનની રેલીમાં પલભરમાં અફરાતફરીનો માહોલ

    કહેવામાં આવે છે કે, તેના પતિએ તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની મંજૂરી આપી ન હતી. જ્યારે બધા જાણતા હતા કે મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કેટલું મહત્વનું છે. બેન્ઝરી ભુટ્ટોના કિસ્સામાં આવું બન્યું ન હતું અને હત્યારાઓ ક્યારેય પકડાયા ન હતા.


    પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના વડા અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને "ગંભીર જોખમની ચેતવણીને ધ્યાનમાં રાખીને" રાવલપિંડીમાં એક જાહેર સભામાં ઝુલ્ફીકાર અલી ભુટ્ટો જેવો ધમકી પત્ર બતાવ્યો હતો. આ વર્ષે સત્તા ગુમાવ્યા બાદ ઈમરાન ખાને દેશવ્યાપી વિરોધ અભિયાન શરૂ કર્યું હતું. એપ્રિલમાં, પેશાવર અને કરાચીમાં સતત બે રેલીઓમાં મોટી સંખ્યામાં લોકો ખાનના સમર્થનમાં બહાર આવ્યા હતા.
    Published by:Samrat Bauddh
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन