Home /News /national-international /VIDEO: ઈમરાન ખાનની રેલીમાં પલભરમાં અફરાતફરીનો માહોલ

VIDEO: ઈમરાન ખાનની રેલીમાં પલભરમાં અફરાતફરીનો માહોલ

ઈમરાન ખાનની રેલીમાં પલભરમાં અફરાતફરીનો માહોલ

પાકિસ્તાનના (Pakistan) પૂર્વ પીએમ ઈમરાન ખાન (Imran Khan) ગુરુવારે કથિત રીતે તેમના લોંગ માર્ચમાં ગોળી વાગતાં ઘાયલ થયા હતા. આ સાથે આ ઘટનામાં એકનું મોત પણ થયું છે. ત્યારે આપને બે વીડિયો બતાવી રહ્યા છીએ જેમાં, હુમલા પહેલા અને હુમલા પછી કેવો માહોલ સર્જાયો હતો...

વધુ જુઓ ...
    ઈસ્લામાબાદ: પાકિસ્તાનના (Pakistan) પૂર્વ પીએમ ઈમરાન ખાન (Imran Khan) ગુરુવારે કથિત રીતે તેમના લોંગ માર્ચમાં ગોળી વાગતાં ઘાયલ થયા હતા. ગોળી તેના પગમાં વાગી હતી અને તેને લાહોરની શૌકત ખાનમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેની હાલત ભયની બહાર હોવાનું જાણવા મળે છે.

    હુમલા પહેલાનો માહોલ

    જણાવી દઈએ કે, ઈમરાન ખાનની રેલીમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આ જોતા હુમલાખોરોને તેમના પર નિશાન સાધવું આસાન બની ગયું હતું. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટલી ભીડની વચ્ચે ઈમરાન ખાન ભાષણ અપી રહ્યા છે. હુમલાખોરોએ આ બાબતનો ફાયદો ઉઠાવીને તેમના પર હુમલો કર્યો હતો.



    હુમલા પછીનો માહોલ

    ઈમરાનની રેલીમાં ફાયરિંગ બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, હુમલા બાદ કેવી રીતે ઈમરાન ખાનને લઈ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે, આ હુમલા બાદ, હુમલાખોરોને સ્થળ પરથી જ પકડી પાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જ્યારે ઈમરાન ખાન કન્ટેનર પર ઉભીને ભાષણ આપી રહ્યા હતા, ત્યારે AK47 દ્વારા હુમલાખોરોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું.



    પોલીસે જણાવ્યું કે, ફાયરિંગ કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ ફાયરિંગમાં 1 વ્યક્તિનું મોત થયું છે અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. PTI નેતા ફૈઝલ જાવેદ પણ ઘાયલ થયા છે. હુમલાખોરની ઓળખ ફૈઝલ બટ્ટ તરીકે થઈ છે. પાકિસ્તાન મીડિયાના અહેવાલ અનુસાર, વજીરાબાદમાં ઝફર અલી ખાન ચોક પાસે પૂર્વ પીએમ અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના પ્રમુખ ઈમરાન ખાનના કન્ટેનર પાસે ફાયરિંગ થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, હુમલાખોરે ઈમરાન ખાન પર ચાર ગોળીઓ ચલાવી હતી. ઈમરાન ખાનની સુરક્ષા ટીમ તરત જ તેને મેડિકલ ફેસિલિટી લઈ ગઈ અને તેની સારવાર કરાવી, જ્યાં તેની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે.

    ગૃહ મંત્રાલયની તકેદારી બાદ પણ આ હુમલો થયો

    ઈમરાન ખાને 28 ઓક્ટોબરે લાહોરના લિબર્ટી ચોકથી ઈસ્લામાબાદ સુધી 'હકીકી આઝાદી' કૂચ માટે લોંગ માર્ચ શરૂ કરી છે. તે પોતે તેનું નેતૃત્વ કરી રહ્યા છે. ઈમરાન ખાને માગણી કરી છે કે પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીને ભંગ કરીને તાત્કાલિક મધ્યસત્ર ચૂંટણી યોજવી જોઈએ. ગૃહ મંત્રાલયે હકીકી આઝાદી માર્ચને લઈને 13,000 અધિકારીઓને હાઈ એલર્ટ પર તૈનાત કર્યા છે. જો કે, ઇમરાન ખાન અને તેમની પાર્ટી વારંવાર કહી રહ્યા છે કે હકીકી આઝાદી માર્ચ શાંતિપૂર્ણ રહેશે. હવે એ વાત સામે આવી રહી છે કે ગૃહ મંત્રાલય અને મોટી સંખ્યામાં અધિકારીઓ તૈનાત હોવા છતાં હુમલો કેવી રીતે થયો?
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Firing, Imran Khan, વાયરલ વીડિયો

    विज्ञापन
    विज्ञापन