Home /News /national-international /

UP Election: મેરઠમાં અસદુદ્દીન ઓવૈસીની કાર પર ફાયરિંગથી ખળભળાટ

UP Election: મેરઠમાં અસદુદ્દીન ઓવૈસીની કાર પર ફાયરિંગથી ખળભળાટ

UP Election: અસદુદ્દીન ઓવૈસીની કાર પર ફાયરિંગ

UP Election: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. મેરઠના છીઝારસી ટોલ પ્લાઝા પાસે અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)ની કાર પર ફાયરિંગથી ખળભળાટ મચી ગયો છે.

    ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Election 2022) દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. અસદુદ્દીન ઓવૈસી(Asaduddin Owaisi)ની કાર પર થયેલા ફાયરિંગ (Firing)થી ખળભળાટ મચી ગયો છે. આ ઘટના મેરઠ (Merath)ના છિઝરસી ટોલ પ્લાઝા પાસે બની હતી. આ ઘટના અંગે અસદુદ્દીન ઓવૈસીએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે હું મેરઠના કિઠૌરમાં ચૂંટણી કાર્યક્રમ બાદ દિલ્હી જઈ રહ્યો હતો. છીઝારસી ટોલ પ્લાઝા પાસે 2 લોકોએ મારી કાર પર 3-4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેઓ કુલ 3-4 લોકો હતા. મારી કારના ટાયર પંચર થઈ ગયા હતા. આ પછી હું બીજી કારમાં ત્યાંથી નીકળી ગયો છું.



    ખરેખરમાં AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીની કાર પર થયેલા ફાયરિંગથી ખળભળાટ મચી ગયો છે. આ ઘટના મેરઠના છિઝારસી ટોલ પ્લાઝા પાસે બની હતી. તે જ સમયે યુપી પોલીસે ઓવૈસીની કાર પર ફાયરિંગની ઘટના અંગે તપાસ શરૂ કરી છે. એટલું જ નહીં અનેક વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

    આ પણ વાંચો- Assembly Election 2022 : અમિત શાહે કહ્યું-જો વોટ આપવામાં ભૂલ કરી તો...

    તમને જણાવી દઈએ કે હૈદરાબાદના સાંસદ અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી યુપીમાં ભાગીદારી પરિવર્તન મોરચા સાથે મળીને ચૂંટણી લડી રહી છે. એટલું જ નહીં આ દિવસોમાં તેઓ પશ્ચિમ યુપીના ઘણા જિલ્લાઓમાં પ્રચાર કરી રહ્યા છે. ખરેખરમાં પશ્ચિમ યુપીમાં પ્રથમ તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીએ અને બીજા તબક્કાનું મતદાન 14 ફેબ્રુઆરીએ થવાનું છે.

    આ પણ વાંચો- India China Clash: પાક-ચીન બોર્ડર પર યુદ્ધનું ટ્રેલર, ભવિષ્યમાં મોટી લડાઈ માટે તૈયાર રહેવું પડશે

    ત્યાં જ હાપુડના પીલખવામાં છિઝારસી ટોલ બેરિયર પાસે ઓવૈસીના કાફલા પર હુમલાના મામલે મેરઠ રેન્જના આઈજી પ્રવીણ કુમારે કહ્યું કે એક શંકાસ્પદ આરોપીની અટકાયત કરવામાં આવી છે. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ત્યારપછી પોલીસ આ મામલાનો ખુલાસો કરશે. તમને જણાવી દઈએ કે ઓવૈસીએ પોતે દાવો કર્યો છે કે જ્યારે તેઓ દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર પર ત્રણ-ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Asaduddin Owaisi, Election 2022, UP Elections 2022

    આગામી સમાચાર