Rohini Court Firing: પોલીસ સૂત્રોના મતે ગોગી ગેંગના સરગના જિતેન્દ્ર ગોગી પર આ હુમલો તેના વિરોધી સુનીલ માન ઉર્ફે ટિલ્લૂ તાજપુરિયા ગેંગના બે હુમલાવરે કર્યો
નવી દિલ્હી : રાજધાની દિલ્હીની રોહિણી કોર્ટમાં (Rohini Court) ગોગી ગેંગના (Gogi Gang)સરગના જિતેન્દ્ર ગોગી (Jitendra Gogi) પર હુમલો કરવામાં આવ્યો છે. ગોગી હાજર થયો ત્યારે કોર્ટ રૂમ સંખ્યા 207માં પહેલા જ વકીલના ડ્રેસમાં બેસેલા બે બદમાશોએ (Firing in Rohini court)હુમલો કર્યો હતો. આ દરમિયાન જિતેન્દ્ર ગોગીનું સ્થળ પર જ મોત થયું હતું. પોલીસે જવાબી કાર્યવાહી કરતા બંને બદમાશોને ઠાર કર્યા હતા. પોલીસ સૂત્રોના મતે ગોગી ગેંગના સરગના જિતેન્દ્ર ગોગી પર આ હુમલો તેના વિરોધી સુનીલ માન ઉર્ફે ટિલ્લૂ તાજપુરિયા ગેંગના બે હુમલાવરે કર્યો છે.
કોર્ટ રૂમમાં હાજર થવા દરમિયાન ગેંગસ્ટર (Gangster)પર હુમલો થવાથી હડકંપ મચી ગયો છે. આ ઘટના પર દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ કહ્યું કે આ ગેંગવોર નથી પણ હુમલો છે. પોલીસે જવાબી કાર્યવાહી કરતા બંને હુમલાખોરને ઠાર કર્યા છે. જોકે કોર્ટ રુમમાં વકીલના ડ્રેસમાં બદમાશ પહોંચી જતા સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે. દિલ્હીની રોહિણી કોર્ટમાં ફાયરિંગની ઘટના પર વકીલ લલિત કુમારે કહ્યું કે ઘટના ગોગી ગેંગની સુનાવણી દરમિયાન થઇ. જજ, સ્ટોક અને વકીલ પણ ઉપસ્થિત હતા. સાંભળવામાં આવ્યું છે કે અમારી એક ઇન્ટર્નના પગમાં પણ ગોળી વાગી છે. સવારે યોગ્ય રીતે ચેકિંગ થતું નથી. ઘણી મોટી લાપરવાહી છે.
આ સિવાય અન્ય એક વકીલે કહ્યું કે હુમલોખાર વકીલના ડ્રેસમાં આવ્યા હતા. તેમણે ગોગીને સતત 3 ગોળીઓ મારી હતી. ગોગીની સુરક્ષામાં દિલ્હી પોલીસના જવાનો હતો તેમણે 25-30 ગોળીઓ ચલાવી હતી. જેમાં બંને હુમલાખોરનું મોત થયું છે. " isDesktop="true" id="1136002" >
એક વર્ષ પહેલા પોલીસની પકડમાં આવ્યો હતો જિતેન્દ્ર ગોગી
લગભગ એક વર્ષ પહેલા દિલ્હી પોલીસે સૂચના મળ્યા પછી કુખ્યાત ગેંગસ્ટર જિતેન્દ્ર ગોગીની ધરપકડ માટે ગુડગાંવના સેક્ટર 83માં રેડ કરી હતી. જેમાં ગોગીની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હીના અલીપુરના રહેવાસી ગોગી પર તે સમયે લગભગ 8 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરેલું હતું. ગોગી પર હત્યા, બળજબરીથી વસૂલી, પોલીસ પર હુમલો જેવા ઘણા ગુના નોંધાયેલા છે.
ઘણી જૂની છે ટિલ્લૂ અને જિતેન્દ્ર ગોગીની દુશ્મની
પોલીસ સૂત્રોના મતે ટિલ્લૂ તાજપુરિયા અને જિતેન્દ્ર ગોગી બંને દિલ્હી યુનિવર્સિટીના શ્રદ્ધાનંદ કોલેજના સ્ટૂડન્ટ હતા. કોલેજના સમયથી જ બંને વચ્ચે દુશ્મની શરૂ થઇ ગઈ હતી. ગોગી ગેંગ અને ટિલ્લૂ તાજપુરિયા ગેંગ વચ્ચે છેલ્લા 3-4 વર્ષમાં 20થી વધારે ગેંગવોર થઇ છે. જેમાં ઘણો લોકોના મોત થયા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર