Home /News /national-international /કાશ્મીર: કુલગામમાં થઈ ફાયરિંગ, સેના અને પોલીસે એક આતંકવાદીને ઠાર માર્યો

કાશ્મીર: કુલગામમાં થઈ ફાયરિંગ, સેના અને પોલીસે એક આતંકવાદીને ઠાર માર્યો

કાશ્મીરના કુલગામમાં પોલીસ અને સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો

Jammu & Kashmir: જમ્મુ-કશ્મીર પોલીસે કહ્યુ છે કે, મંગળવારે કુલગામની અહવાટૂ વિસ્તારમાં ચાલી રહેલા આતંકવાદી વિરોધી અભિયાનમાં એક આંતકીને ઠાર મારવામાં આવ્યો છે. આ વિ,સ્તારમાં પોલીસ અને સેનાની સંયુક્ત ટીમ દ્વારા ઘેરાબંદી કરીને તપાસ અભિયાન કરવામાં આવ્યુ હતું.

વધુ જુઓ ...
    જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યુ છે કે, મંગળવારે કુલગામની અહવાટૂ વિસ્તારમાં ચાલી રહેલા આતંકવાદી વિરોધી અભિયાનમાં એક આંતકીને ઠાર મારવામાં આવ્યો છે. આ વિ,સ્તારમાં પોલીસ અને સેનાની સંયુક્ત ટીમ દ્વારા ઘેરાબંદી કરીને તપાસ અભિયાન કરવામાં આવ્યુ હતું. જેવી જ સુરક્ષા ટીમ સ્થાનિય વિસ્તારમાં પહોચી ત્યારે ત્યા છુપાયેલા આતંકવાદીઓએ ફાયરિંગ ચાલુ કરી દીધુ હતું, જે બાદ ભારે ગોળીબારી થઈ હતી.

    કશ્મીર જોન પોલીસે જણાવ્યં કે, હજી પણ પોલીસ અને સુરક્ષા ટીમ મૌજુદા વિસ્તારમાં છે અને આગળ વધવાની પ્રતિક્ષા કરી રહી છે. હજી ઠાર કરેલા આતંકવાદીની ઓળખાણ થઈ નથી. આ પહેલા સોમવારે કુલગામના બટપોરા વિસ્તારમાં પાકિસ્તાની જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી અબૂ-હુરારાને મારવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો- બ્રિટિશ શિક્ષણે આપણને કેવી રીતે પ્રભાવિત કર્યા? આનંદ મહિન્દ્રાએ શેર કર્યો ચોંકાવનારો વીડિયો

    6 સપ્ટેમ્બરે અનંતનાગમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં 2 આતંકવાદી માર્યા ગયા હતા. પોલીસને જિલ્લાના પોશક્રીરિ વિસ્તારમાં આતંકવાદીઓની સૂચના મળી હતી, ત્યારબાદ પોલીસ અને સેનાએ સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવ્યું. આ દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો. વળતી કાર્યવાહીમાં 2 આતંકવાદીઓને સુરક્ષાબળે મારી નાખ્યા. અનંતનાગના બિજબેહડા વિસ્તારમાં થજીવારા વિસ્તારમાં 7 સપ્ટેમ્બરે પણ અનંતનાગ પેલીસ સાથેની અથડામણમાં બે આતંકવાદીઓને મારી નાખ્યા હતા.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Jammu Kashmir, Jammu Kashmir News, આતંકી, ભારતીય સેના Indian Army

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन