જર્મનીના હનાઉમાં ફાયરિંગ, 8 લોકોનાં મોત, અનેક ઘાયલ

News18 Gujarati
Updated: February 20, 2020, 8:06 AM IST
જર્મનીના હનાઉમાં ફાયરિંગ, 8 લોકોનાં મોત, અનેક ઘાયલ
હનાઉમાં અજાણ્યા હુમલાખોરે બે હુક્કા બાર પર અંધાધૂંધ ફાયરિંગ કરતાં 8 લોકોનાં થયા મોત

હનાઉમાં અજાણ્યા હુમલાખોરે બે હુક્કા બાર પર અંધાધૂંધ ફાયરિંગ કરતાં 8 લોકોનાં થયા મોત

  • Share this:
બર્લિન : જર્મની (Germany)ના બે હુક્કા બારમાં બુધવાર મોડી રાત્રે ગોળીબાર (Firing) થયો જેમાં 8 લોકોનાં મોત થગા છે જ્યારે અનેક લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. જર્મનીના સ્થાનિક મીડિયા મુજબ, અજાણ્યા હુમલાખોરોએ શહેરના શિશા બારમાં ગોળીઓ વરસાવી. આ ઘટના સ્થાનિક સમય મુજબ રાત્રે 10 વાગ્યાની આસપાસ બની.

ગોળીબારની સૂચના મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે વિસ્તારને ઘેરી લીધો અને મામલાની તપાસમાં લાગી ગઈ છે. જર્મન બ્રૉડકાસ્ટર હેસનશાઉ મુજબ, હનાઉ (Hanau)ની પાસે કેસેલ્તાદ વિસ્તારમાં હુક્કા બાર પર થયેલા ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત થયા, જ્યારે બીજા સ્થળે પાંચ લોકોના મોત થયા છે.


નોંધનીય છે કે, હનાઉ ફ્રેન્કફર્ટથી લગભગ 25 કિલોમીટર જ દૂર છે. અહીંની વસ્તી 1,00,000થી વધુ છે. મળતા અહેવાલ મુજબ હુમલાખોર ગોળીબાર કરીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. પોલીસ અધિકારી હેલિકૉપ્ટરની મદદની બંને વિસ્તારોની સુરક્ષા પર નજર રાખી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું કે સ્થાનિક સમય મુજબ લગભગ રાત્રે દસ વાગ્યે બે અલગ-અલગ બારમાં આ ગોળીબાર થયા. જોકે હજુ સુધી ગોળીબાર કરનારાના ઉદ્દેશ્ય વિશે જાણી નથી શકાયું. આ ઉપરાંત હુમલામાં મૃત્યુ પામેલા લોકોની વિશે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો, આ છે ટ્રમ્પનો Super Fan, ઘરમાં બનાવી 6 ફુટની પ્રતિમા, રોજ કરે છે દૂધનો અભિષેક
First published: February 20, 2020, 8:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading