વૉશિંગટન ડીસીમાં વ્હાઇટ હાઉસની પાસે અંધાધૂંધ ફાયરિંગ, એકનું મોત, 5 લોકો ઘાયલ : US મીડિયા

News18 Gujarati
Updated: September 20, 2019, 9:47 AM IST
વૉશિંગટન ડીસીમાં વ્હાઇટ હાઉસની પાસે અંધાધૂંધ ફાયરિંગ, એકનું મોત, 5 લોકો ઘાયલ : US મીડિયા
પોલીસ તપાસમાં લાગી ગઈ છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, મોડી રાત્રે વ્હાઈટ હાઉસની પાસે અંધાધૂંધ ફાયરિંગ થયું

  • Share this:
વૉશિંગટન ડીસી : અમેરિકાની રાજધાની વૉશિંગટન ડીસી (Washington DC)માં ગુરુવાર મોડી રાત્રે ફાયરિંગ થયું. ન્યૂઝ એજન્સી એસોસિએટ પ્રેસ (AP)એ સ્થાનિક મીડિયા રિપોર્ટ્સના હવાલાથી આ જાણકારી આપી છે. રિપોર્ટ્સ મુજબ, મોડી રાત્રે વ્હાઈટ હાઉસની પાસે અંધાધૂંધ ફાયરિંગ થયું. તેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને 5 લોકો ઘાયલ થયા છે.

સ્થાનિક ટીવી ફૉક્સ-5ના રિપોર્ટ મુજબ, જે સ્થળે ફાયરિંગ થયું વે તે અમેરિકાના રાષ્ટ્રપતિના નિવાસસ્થાન વ્હાઈટ હાઉસથી માત્ર 3 કિલોમીટર દૂર છે. રિપોર્ટ્સ મુજબ, 6 લોકોને ગોળીઓ વાગી છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જે સ્થળે ફાયરિંગ થયું છે, ત્યાં સ્થાનિક પોલીસ પહોંચી ગઈ છે અને વિસ્તારને સંપૂર્ણપણે બંધ કરી દીધો છે. પોલીસ હુમલા કરનારાની શોધખોળ કરી રહી છે.નોંધનીય છે કે, અમેરિકા (America)માં આ પહેલા પણ અનેકવાર ફાયરિંગની ઘટનાઓ બનતી રહે છે. અમેરિકામાં ગન કલ્ચર (Gun Culture)ને લઈને અનેકવાર વિરોધ વ્યક્ત કરવામાં આવતો રહ્યો છે પરંતુ દરકે વખતે આ કલ્ચરને બંધ કરવા માટે કોઈ પગલાં નથી લેવામાં આવતા.

આ પણ વાંચો, UNHRCમાં ભારતની મોટી જીત, કાશ્મીર મુદ્દે પાક.ને બીજા દેશોનો સાથ ન મળ્યો
First published: September 20, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading