શ્રીનગરના બટમાલૂમાં આતંકવાદીઓ સાથે અથડામણ, એક જવાન શહીદ, ત્રણ ઘાયલ

News18 Gujarati
Updated: August 12, 2018, 8:47 AM IST
શ્રીનગરના બટમાલૂમાં આતંકવાદીઓ સાથે અથડામણ, એક જવાન શહીદ, ત્રણ ઘાયલ
ફાઇલ તસવીર

જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગર સ્થિત બટમાલૂ વિસ્તારમાં સુરક્ષાદળો અને આંતકવાદીઓ વચ્ચે રવિવારે સવારથી જ અથડામણ ચાલુ છે.

  • Share this:
જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગર સ્થિત બટમાલૂ વિસ્તારમાં સુરક્ષાદળો અને આંતકવાદીઓ વચ્ચે રવિવારે સવારથી જ અથડામણ ચાલુ છે. મળતી માહિતી પ્રમાણે સુરક્ષાદળોને અહીં લશ્કર કમાન્ડર નવીદ જટ્ટ અહીં સંતાયો હોવાની માહિતી મળી હતી. જેના પગલે સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો. પોતાના ઘેરાયેલા આતંકવાદીઓએ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. જેના વળતા જવાબમાં સુરક્ષા દળોએ પણ ફાયરિંગ શરૂ કર્યું છે. આ અથડામણમાં એક જવાન શહીદ થયો હતો. જ્યારે સુરક્ષાદળોના ત્રણ જવાનો ઘાયલ થયા હતા.

જમ્મુ કાશ્મીરના ડીજીપી એસપી વૈદે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, માહિતી મળ્યા બાદ શ્રીનગર બેટમાલૂમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. જ્યારે સુરક્ષાદળો સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે આતંકવાદીઓએ તરફથી ફાયરિંગ કરાયું હતું.

બંને તરફથી થઇ રહેલા ફાયરિંગમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપનો એક જવાન શહીદ થયો હતો. સીઆરપીએફના બે અને પોલીસનો એક જવાન ઘાયલ થયો છે.

પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે સુરભાદળોએ બટમાલૂમાં દિયારવાણીમાં આતંકવાદીઓ સંતાયા હોવાની માહિતી મળી હતી. જેના આધારે રવિવારે સુરક્ષાદળોએ આ વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે આતંકવાદીઓએ પોતાને ઘેરાયેલા સુરક્ષાદળો ઉપર ફાયરિંગ શરૂ કર્યું હતું. જોત જોતામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરુ થઇ ગઇ હતી.

મળતી માહિતી પ્રમાણે આ વિસ્તારમાં હજી અથડામણ ચાલું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોબાઇલ ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.
First published: August 12, 2018, 8:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading