લખનઉ: સપા MLC અમિત યાદવના ફ્લેટમાં યુવકની હત્યા, જન્મ દિવસની પાર્ટીમાં થયું ફાયરિંગ

લખનઉ: સપા MLC અમિત યાદવના ફ્લેટમાં યુવકની હત્યા, જન્મ દિવસની પાર્ટીમાં થયું ફાયરિંગ
પ્રતિકાત્મક તસવીર

લખનઉ: હઝરતગંજના લાપ્લાસ એપાર્ટમેન્ટમાં શુક્રવારે મોડી રાત્રે આ ઘટના બની હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે જન્મ દિવસની પાર્ટી દરમિયાન ગોળી ચાલી હતી.

 • Share this:
  ઋષભ મણિ ત્રિપાઠી, લખનઉ: ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં સમાજવાદી પાર્ટીના વિધાન પરિષદ સભ્ય (MLC) અમિત યાદવ (SP MLC Amit Yadav)ના ફ્લેટમાં હત્યાથી હાહાકાર મચી ગયો છે. એવી માહિતી મળી છે કે રાકેશ નામના યુવકની ગોળી મારીને હત્યા (Murder) કરી દેવામાં આવી છે. હઝરતગંજના લાપ્લાસ એપાર્ટમેન્ટમાં શુક્રવારે મોડી રાત્રે આ બનાવ બન્યો હતો. પ્રાપ્ત વિગત પ્રમાણે જન્મ દિવસની પાર્ટી (Birthday Party) દરમિયાન ફ્લેટમાં ગોળી ચાલી હતી. પોલીસ હાલ આ મામલાની તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે અમિત યાદવ શાહજહાંપુરથી સપાના એમએલસી છે.

  ગેરકાયદે ગનમાંથી થયું ફાયરિંગ!  આ મામલે પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે અને તેની પૂછપરછ શરૂ કરી છે. એવી પણ માહિતી મળી છે કે આ ફાયરિંગ ગેરકાયદે ગનમાંથી થયું હતું. પોલીસ હાલ એ વાતની તપાસ કરી રહી છે કે ગોળી ચાલી હતી ત્યારે ધારાસભ્ય ફ્લેટ પર હાજર હતા કે નહીં? ઉલ્લેખનીય છે કે લખનઉમાં અનેક ગુનાઓ પોલીસ માટે પડકારજનક બન્યા છે. તાજેતરમાં જ લખનઉ પોલીસ કમિશનરની પણ બદલી કરવામાં આવી છે.

  દારૂના નશામાં ચાલી ગોળી

  પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે દારૂના નશામાં આ બનાવ બન્યો હતો. મૃતક યુવક ગોમતીનગરનો રહેવાશી છે. ગન પણ તેની જ હતી. દારૂના નશામાં તેના એક સાથીએ ગન લીધી હતી અને ગોળી ચાલી હતી. ગોળી રાકેશના ચહેરા પર લાગી હતી. જે બાદમાં તેને ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યો હતો. અહીં રાકેશનું નિધન થયું હતું.

  આ પણ વાંચો: 


  હાઈપ્રોફાઇલ ફ્લેટમાં હત્યાથી હાહાકાર મચી ગયો છે. બનાવની વિગત બાદ પોલીસ અધિકારીઓ ફ્લેટ પર દોડી ગયા હતા. જે બાદમાં એવા પણ સવાલ ઉઠ્યા છે કે MLCને મળતા ફ્લેટમાં કોણ રહેતું હતું? શું આ અંગે પોલીસ યોગ્ય તપાસ કરશે?
  Published by:Vinod Zankhaliya
  First published:November 21, 2020, 08:42 am

  ટૉપ ન્યૂઝ