મુંબઈ. મુંબઈ (Mumbai)ની સનરાઇઝ હૉસ્પિટલ (Hospital)માં ગત રાત્રે આગ (Fire) લાગી ગઈ, જેના કારણે 10 લોકોનાં મોત થયા છે. પહેલા અહેવાલ આવી રહ્યા હતા કે આગ ભાંડુપ વિસ્તારમાં સ્થિત ડ્રીમ મોલમાં લાગી છે. ઘટનાસ્થળે પહોંચેલી બચાવ ટીમે જોયું કે આગ મોલના ત્રીજા માળે આવેલી સનરાઇઝ હૉસ્પિટલમાં લાગી હતી. જે સમયે હૉસ્પિટલમાં આગ લાગી, તે સમયે ત્યાં 70થી વધુ દર્દી સારવાર લઈ રહ્યા હતા. નોંધનીય છે કે અહીં દાખલ મોટાભાગના દર્દી કોરોનાથી સંક્રમિત છે. બીએમસીએ તપાસના આદેશ આપ્યા છે કે મોલની ઉપર હૉસ્પિટલ કેવી રીતે બનાવવામાં આવી અને આ ઘટના પાછળ કોણ જવાબદાર છે.
મળતી જાણકારી મુજબ, મુંબઈના ભાંડુપ વિસ્તારમાં સ્થિત ડ્રીમ મોલમાં ગુરુવાર મોડી રાત્રે આગ લાગવાની સૂચના મળી. ત્યારબાદ આગ પર કાબૂ મેળવવા માટે 20થી વધારે ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી. ઘટનાસ્થળ પર પહોંચ્યા બાદ જાણવા મળ્યું કે મોલના ત્રીજા માળે એક હૉસ્પિટલમાં આગ લાગી છે. ફાયરબ્રિગેડના કર્મચારીઓએ ઘણી મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો. આ દરમિયાન હૉસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે.
Death toll rises to nine in fire at Sunrise Hospital in Dreams Mall at Bhandup West, says Chief Fire Officer, Mumbai Fire Department
ફાયરબ્રિગેડના કર્મચારી એ વાત જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આગ કેવી રીતે લાગી. તેની સાથે જ હૉસ્પિટલની અંદર હજુ પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે કે બીજા કોઈ દર્દી ફસાયેલા તો નથી ને. ઘટના વિશે જાણકારી આપતા ડીસીપી પ્રશાંત કદમે જણાવ્યું કે ઘટનાની જાણકારી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલી બચાવ ટીમે લગભગ 90થી 95 ટકા દર્દીઓને બચાવી લીધી પરંતુ બે લોકોનાં મોત થયા છે. તેઓએ કહ્યું કે મૃતકોની સંખ્યા વધી શકે છે.
ઘટના વિશે વાત કરતાં મુંબઈના મેયરે જણાવ્યું કે, મેં પહેલીવાર મોલની અંદર હૉસ્પિટલ જોઈ છે. બીએમસીએ તપાસના આદેશ આપી દીધા છે કે મોલની ઉપર હૉસ્પિટલ કેવી રીતે બની અને આ ઘટના પાછળ કોણ જવાબદાર છે. દોષિતોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર