પુણે નજીક કાપડનાં ગોડાઉનમાં આગ, પાંચ મજૂરનાં મોત

આગનું કારણ જાણવા મળ્યું નથી.

આગ લાગવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી, આગ લાગી ત્યારે મજૂરો અંદર ઊંઘી રહ્યા હતા.

 • Share this:
  પુણે : શહેર નજીક આવેલા એક ગામ ખાતે આવેલા ગોડાઉમાં લાગેલી ભીષણ આગમાં પાંચ મજૂરોનાં મોત થયા છે. આગ ગુરુવારે વહેલી સવારે લાગી હતી.

  ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે પુણે નજીક આવેલા ઉરુલી દેવાચી ગામમાં આવેલા કાપડનાં ગોડાઉમાં આગ લાગી ત્યારે પાંચેય મજૂરો ગોડાઉનના એક રૂમમાં ઊંઘી રહ્યા હતા.

  આગના બનાવ બાદ ચાર જેટલા ફાઇર ફાઇટર્સ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આગ પર કાબૂ મેળવી લેવાયો હતો અને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  આગ લાગવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી.
  Published by:Vinod Zankhaliya
  First published: