રવિવારે ચેન્નાઈના પોરૂર વિસ્તારમાં એક હોસ્પિટલ સામે સ્થિત પ્રાઈવેટ પાર્કિંગ સ્થળમાં આગ લાગવાથી 200થી વધારે વાહન સળગીને રાખ થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બપોરે લગભગ બે કલાકે આગ લાગવાની સૂચના મળી હતી. ત્યારબાદ ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી, પરંતુ આગ પર કાબુ ન મેળવી શકાયો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગમાં 214 જેટલી કાર પૂરી રીતે સળગી ગઈ છે. પ્રારંભિક તપાસ મુજબ, સુકા ઘાસમાં આગ લાગવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. જોકે, આગ લાગવાના વાસ્તવિક કારણ હજુ સુધી જાણી નથી શકાયું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, આ પાર્કિંગ સ્થળ પર 250થી વધારે કાર પાર્ક કરવામાં આવી હતી, જેમાં 214 કાર પૂરી રીતે સળગી ગઈ છે.
Chennai: Fire breaks out at Porur ground where more than 250 cars were parked. According to fire officials, 214 cars have been gutted in the fire. The incident reportedly took place after dry grass caught fire. Police investigation underway. #TamilNadupic.twitter.com/WO5E28UuXu
આ પહેલા કર્ણાટક સ્થિત બેગલુરૂમાં ચાલી રહેલા Aero India 2019 દરમ્યાન પાર્કિંગ એરિયામાં આગ લાગવાના કારણે 80-100 ગાડીઓ ખાક થઈ ગઈ હતી. અહીં પણ પ્રારંભીક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાર્કિંગ એરિયામાં રહેલા ઘાસના કારણે આગ લાગી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર