પુન્ડીચેરી: 7 વર્ષનાં દીકરા અને પિતાનું દારુખાનાની થેલી ફુટી જતાં મોત, ઘટના CCTVમાં કેદ

દારુખાનું સળગતા ઘટના સ્થળે જ બાપ-દીકરાનું મોત

પુન્ડીચેરીમાં હાલમાં એક એવી ઘટના બની ગઇ કે ઘટનનાં CCTV ફૂટેજ વાયરલ થઇ રહ્યાં છે. રસ્તા પરથી પસરા થતી એક બાઇક પર પિતા પૂત્ર જઇ રહ્યાં છે અને અચાનક જ બાઇકમાં બ્લાસ્ટ (Blast in Bike) થાય છે અને બાપ-દીકરાનું ઘટના સ્થળે જ મોત થઇ જાય છે.

 • Share this:
  પુન્ડીચેરીમાં (Puducherry) હાલમાં એક એવી ઘટના બની ગઇ કે ઘટનનાં CCTV ફૂટેજ વાયરલ થઇ રહ્યાં છે. રસ્તા પરથી પસરા થતી એક બાઇક પર પિતા પૂત્ર જઇ રહ્યાં છે અને અચાનક જ બાઇકમાં બ્લાસ્ટ (Blast in Bike) થાય છે અને બાપ-દીકરાનું ઘટના સ્થળે જ મોત થઇ જાય છે. આ બાપ દીકરો ફટાકડા ખરીદી કરીને પરત આવી રહ્યાં હતાં તે સમયે આ ઘટના બની હતી. આ ઘટનામાં ફટાકડા (Fire Crackles exploded) વાહનથી પેદા થતી ગરમીને કારણે ફૂટી ગયા હતાં. બાપ દીકરાનું ઘટના સ્થળે જ મોત થઇ ગયુ હતું જ્યારે દુર્ઘટનામાં અન્ય ત્રણ લોકો પણ ઘાયલ થયા હતાં.

  પુન્ડીચેરીનાં વિલ્લુપુરમ જીલ્લાનાં કોટ્ટાકુપમમાં આ ઘટના બની હતી. આ બાપ દીકરાની જોડી કન્ટ્રી ફટાકડાની થેલી લઇ આર્યાકુપમથી આવતા હતાં. આ ખુબજ સસ્તી ક્વોલિટીનાં ફટાકડા બનાવવામાં જાણીતું છે. આ બાપ દીકરાની જોડી દીકરાને મામાનાં ઘરે મુકવાં જતુ હતું તે સમયે આ ઘટના બની હતી. ગત રોજ ઘણી ફટાકડાથી આગની ઘટના બની હતી.  આ ઘટના દિવાળીનાં દિવસની છે જેનો વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગયો છે.

  વાપીની પેપરની ફેક્ટરીમાં આગ- વાપીની પેપરની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મીલમાં કાગળ બનાવવાનો કાચો માલ હોવાથી ઘટનાએ જોત જોતામાં વિકરાળ સ્વરૂપ લઇ લીધુ હતું જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનીનાં સમચાર નથી.
  Published by:Margi Pandya
  First published: