સંસદ ભવનની એનેક્સી બિલ્ડિંગમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો, કોઈ હતાહત નહીં

સંસદ ભવનની એનેક્સી બિલ્ડિંગમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો, કોઈ હતાહત નહીં
સંસદ ભવનની ફાઇલ તસવીર

ફાયરબ્રિગેડ તાત્કાલિક હરકતમાં આવતા છઠ્ઠા માળે લાગેલી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી

 • Share this:
  નવી દિલ્હીઃ સંસદ ભવનની એનેક્સી બિલ્ડિંગમાં આગ લાગવાના સમાચાર સામે આવી રહ્યા છે. અત્યાર સુધીની મળતી જાણકારી મુજબ, આગ એનેક્સી બિલ્ડિંગ (Parliament Annexe Building Fire) ની છઠ્ઠા માળે લાગી હતી. ફાયર બ્રિગેડના 7 ફાયર ટેન્ડર્સે આગ બૂઝાવવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરતાં ઝડપથી આગ પર કાબૂ મેળવી લેવામાં સફળતા મળી છે.

  અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગ શોર્ટસર્કિટના કારણે લાગી હતી. જોકે હજુ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવશે.
  ગત સપ્તાહે શુક્રવારે સાઉથ બ્લોકમાં રક્ષા મંત્રાલયના એક રૂમમાં આગ લાગી ગઈ હતી, પરંતુ આગના કારણે કોઈ જાન-માલને નુકસાન નહોતું થયું. ફાયર બ્રિગેડે થોડાક જ સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.

  નોંધનીય છે કે, દુનિયાની બાકી સંસદોની તુલનામાં ભારતનું સંસદ ભવન હજુ પણ નવું છે. નવી દિલ્હીન સંસદ માર્ગર પર સ્થિત આ ભવન આજથી 92 વર્ષ પહેલા એટલે કે 1927માં બન્યું હતું. ભારત સરકાર હવે આ પ્રતિષ્ઠિત ભવનના પુનર્વિકાસનું આયોજન કરી રહી છે.
  Published by:Mrunal Bhojak
  First published:August 17, 2020, 09:05 am

  ટૉપ ન્યૂઝ