તેલંગાણા : શ્રીશૈલમ પાવર સ્ટેશનમાં ભીષણ આગ, 9 લોકોના મોત, પીએમએ વ્યક્ત કર્યું દુ:ખ

તેલંગાણા : શ્રીશૈલમ પાવર સ્ટેશનમાં લાગી ભીષણ આ

મળેલી જાણકારી પ્રમાણે હજુ 9 લોકો ફસાયેલા છે

 • Share this:
  હૈદરાબાદ : તેલંગાણા (Telangana)માં શ્રીશૈલમ બાંધના કિનારે આવેલા પાવર સ્ટેશન પર શુક્રવારે ભીષણ આગ (Fire)લાગી હતી. સ્ટેશનમાંથી અત્યાર સુધીમાં 10 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ આગના કારણે  9 લોકોના મોત થયા છે. જે અંદર ફસાયેલા હતા.રાજ્ય સરકારે આ દુર્ઘટના પછી સીઆઈડી તપાસના આદેશ આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉપ રાષ્ટ્રપતિ વૈકયા નાયડુએ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું કે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે, મારી સંવેદના તે બધા પરિવારો સાથે છે. આશા છે કે દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત લોકો જલ્દી સ્વસ્થ થશે.

  જાણકારી પ્રમાણે તેલંગાણાના લેફ્ટ બેંક પાવર સ્ટેશનમાં શુક્રવારે અચાનક આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઇ કે જલ્દી આખી બિલ્ડિંગમાં ધુમાડો-ધુમાડો થઈ ગયો હતો. આગ લાગવાની જાણ થતા અંદર રહેલા કર્મચારીઓએ બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો હતો. સ્થળ પર પહોંચીને ફાયરબ્રિગેડે 10 કર્મચારીઓને બહાર કાઢ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સારવાર માટે 6 કર્મચારીઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  આ પણ વાંચો - IPL માટે રવાના થતા પહેલા ભારતીય ઓલરાઉન્ડરે કરી સગાઇ, સાથી ખેલાડીઓએ આપ્યા અભિનંદન  સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે કુરનુલના આત્માકુર ફાયર સ્ટેશનની ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. પાવર સ્ટેશનમાં લાગેલી આગમાં નવ લોકો ફસાયા હતા, જેમના મોત થયા છે. ફાયર બ્રિગેડે આગ પર કાબુ કર્યો હતો.
  Published by:Ashish Goyal
  First published: