દિલ્હીઃ હોટલમાં ભીષણ આગથી 17નાં મોત, બે લોકોએ કૂદીને જીવ બચાવ્યો

News18 Gujarati
Updated: February 12, 2019, 10:56 AM IST
દિલ્હીઃ હોટલમાં ભીષણ આગથી 17નાં મોત, બે લોકોએ કૂદીને જીવ બચાવ્યો
જીવ બચાવવા કૂદી રહેલો વ્યક્તિ

જે હોટલમાં આગ લાગી છે તે કરોલબાગ સ્થિત હોવાનું તેમજ તેનું નામ અર્પિત હોવાનું માલુમ પડ્યું છે.

  • Share this:
નવી દિલ્હીઃ દિલ્હીના કરોલબાગ સ્થિત એક હોટલમાં ભીષણ આગ લાગી ગઈ છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 26થી વધારે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.  મળતી માહિતી પ્રમાણે આગને કારણે 17 લોકોનાં મોત થયા છે. જ્યારે બે જેટલા લોકોએ કૂદીને જીવ બચાવ્યો હતો. આગ મેટ્રોના પીલર નંબર 90 પાસે આવેલી અર્પિત પેલેસ હોટલમાં લાગી હતી.

લોકો જીવ બચાવવા કૂદી ગયા

હોટલમાં આગ લાગી જવાને કારણે લોકો જીવ બચાવવા માટે હોટલના ચોથા માળેથી નીચે કૂદી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે જીવ બચાવવા માટે ચાર લોકો નીચે કૂદી ગયા હતા. ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે  25 લોકોને સલામત રીતે બહાર કાઢ વામાં આવ્યા છે.

જે હોટલમાં આગ લાગી છે તે કરોલબાગ સ્થિત હોવાનું તેમજ તેનું નામ અર્પિત પેલેસ હોવાનું માલુમ પડ્યું છે.  આ હોટલમાં 40 રૂમ આવેલા છે. પ્રાથમિક અંદાજ એવો લગાવવામાં આવ્યો છે કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોઈ શકે છે. ઘાયલ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આગ મંગળવારે સવારે 4.30 વાગ્યે લાગી હતી. આગને કારણે લોકો હોટલ પરથી સસ્તા પર કૂદી ગયા હતા.

ડેપ્યૂટી ચીફ ઓફિસર સુનિલ ચૌધરીએ કહ્યું કે, "આજે વહેલી સવારે કરોલ બાગની હોટલ અર્પિત પેલેસમાં લાગેલી આગમાં નવ લોકોનાં મોત થયા છે. આગ પર કાબૂ મેળવી લેવાયો છે. મૃતદેહો હોટલમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે."
First published: February 12, 2019, 7:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading