Home /News /national-international /Fire In Amritsar: અમૃતસરના ગુરુ નાનક દેવ હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળી, અફરા-તફરી મચી

Fire In Amritsar: અમૃતસરના ગુરુ નાનક દેવ હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળી, અફરા-તફરી મચી

પંજાબ અમૃતસર હોસ્પિટલમાં આગ

પંજાબ (Punjab) ના અમૃતસર ગુરુ નાનક હોસ્પિટલમાં આગ (Amritsar hospital Fire) ના અહેવાલ હતા. ફાયર ફાયટરો ઝડપથી પરિસ્થિતિ પર કાબુ મેળવી રહ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ભગવાનની કૃપાથી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

    Fire In Amritsar: પંજાબ (Punjab) ના અમૃતસરમાં ગુરુ નાનક દેવ હોસ્પિટલમાં આગ (Amritsar hospital Fire) લાગી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાને કારણે હોસ્પિટલમાં આગ ફેલાઈ ગઈ હતી. હોસ્પિટલમાં આગ લાગતાની સાથે જ ચારેબાજુ અફરા-તફરી મચી ગઈ હતી અને દર્દીઓ રસ્તા પર દોડવા લાગ્યા હતા. હોસ્પિટલની અંદર ફેલાયેલી આગને જોતા 600 થી વધુ દર્દીઓને ઉતાવળમાં બહાર કાઢવા પડ્યા હતા.

    ગુરુ નાનક દેવ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના શનિવારે બપોરે 2 વાગ્યે બની હતી. શનિ-રવિને કારણે ઓપીડીમાં કોઈ દર્દી ન હતા પરંતુ હોસ્પિટલમાં સારવાર હેઠળના 600થી વધુ દર્દીઓ હાજર હતા. આગની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. હાલ રાહતની વાત એ છે કે, આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. તમામ દર્દીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

    તો, આ ઘટના પછી, મુખ્ય પ્રધાન ભગવંત માને ટ્વીટ કરીને કહ્યું - ગુરુ નાનક હોસ્પિટલમાં આગના અહેવાલ હતા. ફાયર ફાયટરો ઝડપથી પરિસ્થિતિ પર કાબુ મેળવી રહ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ભગવાનની કૃપાથી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

    આગની ઘટના બાદ રાજ્ય સરકારના મંત્રી હરભજન સિંહ ઘટના સ્થળે પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે, હું સતત રાહત અને બચાવ કાર્ય પર નજર રાખી રહ્યો છું.

    આ પણ વાંચોદિલ્હીમાં મોટી દુર્ઘટના : મુંડકા મેટ્રો સ્ટેશન પાસે 3 માળની બિલ્ડીંગમાં ભીષણ આગ, અત્યાર સુધીમાં 26ના મોત

    ઘટનાની માહિતી આપતા ફાયર બ્રિગેડ ઓફિસર લવપ્રીત સિંહે જણાવ્યું કે, પહેલા ટ્રાન્સફોર્મરમાં આગ લાગી અને પછી હોસ્પિટલમાં. તેમણે કહ્યું કે માહિતી મળતાની સાથે જ 8 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Fire News, National news, National News in gujarati, Punjab New CM, પંજાબ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन