‘કંધો સે મિલતે હૈ કંધે, કદમો સે કદમો મિલતે હૈ...' આ ફિલ્મી ગીત ભારતીય સેના (Indian Army) ની બહાદુરી અને નિર્ભયતા વિશે જણાવે છે. પરંતુ મેરઠ નજીક દારૌલા સ્ટેશન (daurala railway station) પર શનિવારે થયેલી ટ્રેન (train)દુર્ઘટનામાં યાત્રીઓની હિંમતએ આ પંક્તિઓ યથાર્થ કરી બતાવી છે. સહારનપુરથી દિલ્હી જતી ટ્રેનમાં લાગેલી આગથી એન્જિનને બચાવવા માટે રેલવે કર્મીઓએ લોકો સાથે મોરચો સંભાળ્યો અને મોટી દુર્ઘટનાને ટાળી છે. ચાલો આ ઘટનાને વિગતવાર સમજીએ.
દારૌલા સ્ટેશન પર સહારનપુરથી દિલ્હી જતી પેસેન્જર ટ્રેનના બે ડબ્બામાં આગ લાગી હતી. જોકે રાહતના સમાચાર છે કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. કોચમાંથી નીકળેલી આગ એન્જિન સુધી પહોંચવાની તૈયારીમાં હતી, પરંતુ રેલવે કર્મચારીઓ અને મુસાફરોએ આવું ન થવા દીધું. શનિવારે એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં જોવા મળે છે કે કેવી રીતે લોકો આગનો ભોગ બનેલા કંપાર્ટમેન્ટને ટ્રેનના એન્જીનથી દૂર કરવા ધક્કો લગાવી રહ્યાં છે.
સમાચાર એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે ટ્રેનના મુસાફરો, સ્ટેશન પરના લોકો અને રેલવે કર્મચારીઓ આગથી પ્રભાવિત કોચને અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ રેલવેના ડબ્બામાં અચાનક આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ ઘટનાના કારણે થોડો સમય રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.
#WATCH | Uttar Pradesh: Fire broke out in engine & two compartments of a Saharanpur-Delhi train, at Daurala railway station near Meerut.
Passengers push the train in a bid to separate the rest of the compartments from the engine and two compartments on which the fire broke out. pic.twitter.com/Vp2sCcLFsd
મેરઠ સિટી રેલ્વે સ્ટેશનના સુપરિન્ટેન્ડેન્ટ આરપી શર્માએ પીટીઆઈ-ભાષાને જણાવ્યું હતું કે, શનિવારે સવારે 5:30 વાગ્યે સહારનપુરથી પેસેન્જર ટ્રેન સવારે 7:10 વાગ્યે દૌરાલા સ્ટેશન પહોંચી હતી. તેમણે જણાવ્યું કે દૌરાલા પાસે ટ્રેનના એક ડબ્બામાં ધુમાડો નીકળવા લાગ્યો હતો, ત્યારબાદ ટ્રેનને (દૌરાલા) સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. ત્યાં સુધીમાં બે કોચમાં આગ લાગી ગઈ હતી, જોકે તેમાં સવાર મુસાફરો સુરક્ષિત રીતે સ્ટેશન પર ઉતરી ગયા હતા.
તેમણે વધુમાં જણાવ્યું કે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને રેલવે સ્ટેશનના સ્ટાફે મુસાફરોની મદદથી બે કોચને એન્જીનથી અલગ કર્યા હતા. તેમણે કહ્યું કે ઘટનાસ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ બંને કોચ અને એન્જિનમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. રેલવે સુપરિન્ટેન્ડેન્ટના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કોઈ યાત્રીના જાન-માલની કોઈ માહિતી નથી. આ ઘટના બાદ રેલ વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો, જે હાલ પુરતો ચાલુ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આગ લગાવાનું કારણ હજુ તપાસ હેઠળ છે
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર