મધ્યપ્રદેશનાં ઇંદોરમાં રહેણાક મકાનમાં આગ લાગતા 7 લોકો દાઝ્યાં

પ્રતિકાત્મક તસવીર

પાર્કિંગમાં આગ લાગવાને કારણે આઠ વાહનો સંપૂર્ણ રીતે બળીને ખાખ થઇ ગયા હતા. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

  • Share this:
    ઇંદોર: મધ્યપ્રદેશ (Madhya Pradesh)નાં ઇંદોર(Indore)માં એક રહેણાક મકાનમાં વિકરાળ આગ (Fire) લાગતા બે બાળકો સહિત સાત લોકો દાઝ્યા હતા.
    ગુરુવારે સવારે આ આગ લાગી હતી અને તેને બુઝાવવા માટે ફાયર બ્રિગેડ(Fire brigade)ના જવાનો મથી રહ્યાં છે. ઇંદોરના અલાપુરા વિસ્તારમાં આવેલા મકાનનાં પાર્કિગમાં આગ લાગી હતી. ગુરુવારે સવારે સાડા ચાર વાગ્યે આગ લાગી હતી.

    આગ લાગવાને કારણે બિલ્ડિંગનાં પગથિયા પણ સળગી ગયા હતા અને લોકો બિલ્ડિંગમાં ફસાઇ ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ 14 લોકોને બચાવી દીધા હતા. ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.
    જે સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેમાં છ વર્ષની બાળકીનો અને દશ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે.

    આ વિકરાળ આગમાં 18 વર્ષની યુવતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત લોકોને સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

    પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે, શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હતી.

    પાર્કિંગમાં આગ લાગવાને કારણે આઠ વાહનો સંપૂર્ણ રીતે બળીને ખાખ થઇ ગયા હતા. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
    Published by:Vijaysinh Parmar
    First published: