પૂણે : કોવિડ વેક્સીન બનાવનારી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં ભીષણ આગ, 5 લોકોના મોત

પૂણે : કોવિડ વેક્સીન બનાવનારી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં ભીષણ આગ, 5 લોકોના મોત

સીરમ ઇન્સ્ટિટ્યૂટના મંજરી પ્લાન્ટમાં લાગેલી આગ પર લગભગ બે કલાકની સખત મહેનત પછી કાબૂ મેળવી લીધો

 • Share this:
  પૂણે : પૂણેમાં આવેલી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)ના ટર્મિનલ 1 ગેટ પર આગ (Fire)બપોરે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. સીરમ ઇન્સ્ટિટ્યૂટના મંજરી પ્લાન્ટમાં લાગેલી આગ પર લગભગ બે કલાકની સખત મહેનત પછી કાબૂ મેળવી લીધો હતો. જોકે આ દૂર્ઘટનામાં 5 લોકોના મોતના સમાચાર છે. અત્યાર સુધી મળેલી જાણકારી પ્રમાણે આગ સીરમ ઇન્સ્ટિટ્યૂટના ટર્મિનલ ગેટ 1 SEZ3 બિલ્ડિંગના ચોથા અને પાંચમાં માળ સુધી ફેલાઇ હતી. પોલીસ અને સ્થાનીય પ્રશાસનના અધિકારી પણ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે.

  પૂણેના મેયર મુરલીધર મોહોલે કહ્યું કે ચાર લોકોને ઇમારતથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જોકે જ્યારે આગ પર કાબુ મેળવી લીધો ત્યારે જવાનોને 5 લોકોની લાશ મળી છે. મેયરે કહ્યું કે પાંચ લોકોના મોત થયા છે તે નિર્માણાધીન બિલ્ડિંગમાં કામ કરનાર કર્મચારી હોઈ શકે છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે એમ માનવામાં આવે છે કે બિલ્ડિંગમાં ચાલી રહેલી વેલ્ડિંગનું કામ તેનું કારણ હોઈ શકે છે.

  આ પણ વાંચો - ગૌતમ ગંભીરે ભવ્ય રામ મંદિર નિર્માણ માટે 1 કરોડ રૂપિયા દાન આપ્યું

  મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray)કહ્યું કે અમને જે જાણકારી મળી છે તેના મતે આગ પર કાબુ મેળવી લીધો છે. આગ કોવિડ વેક્સીન યૂનિટમાં લાગી નથી. છ લોકોને ઘટનાસ્થળેથી બચાવી લીધા છે. કોવિડ વેક્સીન સુરક્ષિત છે.

  સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કોરોના વાયરસની વેક્સીન કોવિશીલ્ડનું નિર્માણ કરી રહી છે. આ વેક્સીન ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્મા. કંપની એસ્ટ્રાજેનેકા સાથે મળીને બનાવી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દુનિયાની સૌથી મોટી વેક્સીન નિર્માતા કંપની છે જેની શરૂઆત સાયરસ પૂનાવાલાએ 1966માં કરી હતી.
  Published by:Ashish Goyal
  First published: