Home /News /national-international /મુંબઈ: વર્લીમાં એક બિલ્ડીંગમાં ભીષણ આગ, 26માં માળે દિપિકા પાદુકોણનો છે ફ્લેટ

મુંબઈ: વર્લીમાં એક બિલ્ડીંગમાં ભીષણ આગ, 26માં માળે દિપિકા પાદુકોણનો છે ફ્લેટ

મુંબઈમાં ફરી એક વિકરાળ આગની ઘટના સામે આવી છે. આ વખતે મુંબઈના વર્લી જેવા પોશ વિસ્તારમાં રહેણાંક બિલ્ડીંગમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. વર્લીમાં એક 33 માળની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી છે. હાલમાં 10 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળ પર પહોંચી ગયા છે.

મળતી માહિતી મુજબ, જે બિલ્ડીગમાં આગ લાગી છે તે વર્લીના અપ્પાસાહેબ મરાઠા માર્ગ પર છે. હાલમાં 10 ફાયરફાઈટરની ગાડીઓ આગ પર કાબુ મેળવવા માટે ઘટના સ્થલ પર પહોંચી ગઈ છે. આ બિલ્ડીંગમાં જાણીતી બોલિવુડ એક્ટર્સ દિપીકા પાદુકોણનો પણ ફ્લેટ 26માં માળે આવેલો છે.

હાલમાં બિલ્ડીગમાં ફસાયેલા લોકોને પહેલા સુરક્ષિત બહાર નીકાળવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી જાણકારી પ્રમાણે 100 જેટલા લોકોને બિલ્ડીંગમાંથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું.



ઉલ્લેખનીય છે કે, આ પહેલા ટુંકા સમયમાં મુંબઈમાં બે-ત્રણ આગની મોટી ઘટના બની ચુકી છે. મુંબઈમાં અગ્નિકાંડનો સિલસીલો આમ પણ ચોંકાવી ઉઠે તેવો છે એક આરટીઆઈમાં ખબર પડી છે કે, છેલ્લા 6 વર્ષમાં મુંબઈમાં આગ લાગવાની 29140 ગટનાઓ બની છે, જેમાં 300 લોકોના અત્યાર સુધીમાં મોત નિપજ્યા છે. હમણાં જ સાઉથ મુંબઈમાં 2 જૂને ઈન્કમ ટેક્ષ ઓફિસમાં ભિષણ આગ લાગી હતી. જેમાં કેટલાએ મહત્વના દસ્તાવેજ બળીને ખાખ થઈ ગયા હતા. જેમાં નીરવ મોદીની પણ મહત્વની ફાઈલો બળી ગઈ હતી. આ પહેલા લોઅર પરેલમાં કમલા મિલના વન અવબ અને મોજો બારમાં જન્મ દિવસની પાર્ટી સમયે ભીષમ આગ લાગી હતી, જેમાં 29 લોકોના મોત નિપજ્યા હતા, અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. જ્યારે આ ઘટના પહેલા જ એક ફરસામની દુકાનમાં પણ મોટી આગની ઘટના બની હતી, જેમાં 12 લોકોના મોત નિપજ્યા હતા.
First published:

Tags: Breaks, આગ, મુંબઇ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन