Home /News /national-international /ચીનના શિનજિયાંગ પ્રાંતમાં અપાર્ટમેન્ટમાં આગ ફાટી નીકળી, દુર્ઘટનામાં 10 લોકોના મોત, 9 ઘાયલ

ચીનના શિનજિયાંગ પ્રાંતમાં અપાર્ટમેન્ટમાં આગ ફાટી નીકળી, દુર્ઘટનામાં 10 લોકોના મોત, 9 ઘાયલ

fire borkeout in china (Photo: CCTV)

ઉત્તર પશ્ચિમી ચીનના શિનજિયાંગ પ્રાંત એક અપાર્ટમેન્ટમાં આગ લાગવાથી 10 લોકોના મોત થઈ ગયા છે. આ દુર્ઘટનામાં 9 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પણ મળ્યા છે.

    ઉત્તર પશ્ચિમી ચીનના શિનજિયાંગ પ્રાંત એક અપાર્ટમેન્ટમાં આગ લાગવાથી 10 લોકોના મોત થઈ ગયા છે. આ દુર્ઘટનામાં 9 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પણ મળ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રાંતીય રાજધાની ઉરુમકીમાં ગુરુવારે મોડી રાતે એક અપાર્ટમેન્ટમા આગ લાગી ગઈ હતી. આ આગ પર કાબૂ મેળવવા માટે ફાયરકર્મીઓએ 3 કલાકથી વધારે સમય લાગ્યો હતો. હવામાન બદલવાની સાએથ અહીં રાતે તાપમાન શૂન્યથી નીચે ચાલ્યું જાય છે. આગ ઠારવા માટે અને રાહત કાર્યમાં પણ ફાયરકર્મીઓને ભારે મુશ્કેલીઓ આવી હતી. પ્રાંતીય સરકારનું કહેવુ છે કે, આ દુર્ઘટનામાં ઘાયલ તમામ લોકોને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડ્યા છે. જ્યાં તેમની હાલત સામાન્ય છે. સરકારે આશા વ્યક્ત કરી છે કે, આ લોકો ટૂંક સમયમાં પોતાના પરિવારને મળી શકશે.

    આ પણ વાંચો: ચીનની જાસૂસી વિંગમાં નેપાળી અને તિબેટિયનોની ભરતી, આ જવાનોને આપી આ ખાસ ટાસ્ક

    સરકાર તરફથી આ આગને લાગવાના કારણોની તપાસ શરુ કરી દીધી છે. શરુઆતી તપાસથી ખબર પડે છે કે, આગ વેલ્ડિંગની ચિંગારીથી લાગી હતી. અધિકારીઓના મુજબ આ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક વેપારી કંપનીમાં તે સમયે વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. ત્યાંથી નિકળેલી ચિંગારીથી સુતરાઉ કાપડમાં આગ લાગી ગઈ હતી અને ધીમે ધીમે એક મોટા વિસ્તાર અને અપાર્ટમેન્ટ આખું આ આગની ચપેટમાં લાગી ગયું . આપને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ ચીનના એક અપાર્ટમેન્ટમાં આગ લાગવાથી 38 લોકોના મોત થઈ ગયા હતા. થોડા દિવસના અંતરાલમાં જ ચીનમાં આગ લાગવાની આ ત્રીજી ઘટના સામે આવી છે.

    પોલીસે આન્યાંગ શહેરમાં આગ લાગવાના મામલામાં ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. સ્થાનિક અધિકારીઓએ વ્યાપક સુરક્ષા નિરીક્ષણના આદેશ પણ આપ્યા છે. હાલમાં જ થોડા સમયમાં ચીનની અંદર અપાર્ટમેન્ટ અથવા બીજા ઔદ્યોગિક એકમોમાં માળખાગત ઢાંચામાં કમી, ખરાબ સુરક્ષા, જાગૃતિમાં કમી અને અમુક મામલામાં સરકારી ભ્રષ્ટ્રાચાર સામેલ છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: ચીન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन