કોલકાતાની બહુમાળી બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 9 લોકોનાં મોત, મમતાએ કરી વળતરની જાહેરાત

બિલ્ડિંગના તેરમા માળે લાગેલી આગમાં 4 ફાયર ફાઇટર્સ, 2 રેલવે કર્મચારી અને એક પોલીસ એએસઆઇએ જીવ ગુમાવ્યો

બિલ્ડિંગના તેરમા માળે લાગેલી આગમાં 4 ફાયર ફાઇટર્સ, 2 રેલવે કર્મચારી અને એક પોલીસ એએસઆઇએ જીવ ગુમાવ્યો

 • Share this:
  કોલકાતા. પશ્ચિમ બંગાળ (West Bengal)ના પાટનગર કોલકાતા (Kolkata)ના સ્રેં ડ રોડ વિસ્તારમાં સોમવાર સાંજે એક બહુમાળી બિલ્ડિંગના 13મા માળે આગ લાગવાથી 7 લોકોનાં મોત થયા છે. પોલીસે જણાવ્યું કે આ બિલ્ડિંગમાં રેલવેનું કાર્યાલય છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં પ્રત્યેક મૃતકના પરિજનોને 10 લાખ રૂપિયા વળતર અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની ઘોષણા કરી છે.

  પશ્ચિમ બંગાળના ઇમરજન્સી સેવાના અધિકારી સુજીત બોસે જણાવ્યું કે, કોલાકાતાની એક બહુમાળી બિલ્ડિંગમાં લાગેલી આગમાં 7 લોકોનાં મોત થયા છે. ફાયરફાઇટર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવવા માટે 10 ફાયર ફાઇટર ટીમોને મોકલવામાં આવી હતી. કોલકાતા પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આગ લાગવાની ઘટના સાંજે 3.10 વાગ્યે બની હતી.  આ પણ વાંચો, રેલવે સ્ટેશન પર મુસાફરોને પીવડાવાતું હતું શૌચાલયનું પાણી, સ્ટેશન માસ્તરને કરાયા સસ્પેન્ડ

  કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલ (Piyush Goyal)એ આગ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં મૃતકના પરિવારને ખેદ વ્યક્ત કર્યું છે. તેઓએ જણાવ્યું કે આ આગ દુર્ઘટનામાં 4 ફાયરફાઇટર્સ, 2 રેલવેના કર્મચારી, એક પોલીસ એએસઆઈએ પોતાના જીવ ગુમાવ્યા છે.

  આ પણ વાંચો, Petrol-Diesel Rate: શું 100 રૂપિયાની પાર પહોંચી જશે પેટ્રોલ? આ છે મોટું કારણ

  પૂર્વ રેલવેના પ્રવક્તા કમલ દેવ દાસે જણાવ્યું કે, ન્યૂ કોયલાઘાટ બિલ્ડિંગમાં આગ લાગી. તેમાં પૂર્વ રેલવે અને દક્ષિણ પૂર્વ રેલવેના ઝોનલ કાર્યાલય છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર કોમ્પ્યૂટર ટિકિટ બુકિંગ કેન્દ્ર છે. પોલીસે જણાવ્યું કે આગ બુઝાવવાની પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે સ્ટ્રેંડ રોડ પર ટ્રાફિકને રોકી દેવામાં આવ્યો હતો.તેઓએ જણાવ્યું કે, અમે લોકો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે બિલ્ડિંગને ખાલી કરાવી દીધી છે.
  Published by:Mrunal Bhojak
  First published: