દિલ્હી: ફેક્ટરીમાં ભીષણ આગ, બે મહિલા સહિત ચાર લોકો બળીને ભડથું

ફેક્ટરીમાં કામ કરી રહેલા લોકો કઈ સમજે તે પહેલા તો આગે પૂરી ફેક્ટરીને ચપેટમાં લઈ લીધી

News18 Gujarati
Updated: November 20, 2018, 7:43 AM IST
દિલ્હી: ફેક્ટરીમાં ભીષણ આગ, બે મહિલા સહિત ચાર લોકો બળીને ભડથું
ફેક્ટરીમાં કામ કરી રહેલા લોકો કઈ સમજે તે પહેલા તો આગે પૂરી ફેક્ટરીને ચપેટમાં લઈ લીધી
News18 Gujarati
Updated: November 20, 2018, 7:43 AM IST
દિલ્હીના કરોલબાગ વિસ્તારમાં બીડનપુરામાં કપડા પ્રેસ કરવાની એક ફેક્ટરીમાં આગ લાગી ગઈ છે. આ દુર્ઘટનામાં બે મહિલા સહિત ચાર લોકોના દાઝી જવાથી મોત નિપજ્યા છે. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં આવેલા બીડનપુરા વિસ્તારમાં આવેલી એક કપડા પ્રેસ કરવાની ફેક્ટરીમાં આજે બપોરના સમયે અચાનક કોઈ કારણોસર ભીષણ આગ લાગી આ સમયે ફેક્ટરીમાં કામ કરી રહેલા લોકો કઈ સમજે તે પહેલા તો આગે પૂરી ફેક્ટરીને ચપેટમાં લઈ લીધી. આ દુર્ઘટનામાં બે મહિલા સહિત ચાર લોકો ગંભીર રીતે દાઝી જવાથી મોતને ભેટ્યા છે, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૃતકોની ઓળખ બાગન પ્રસાદ (ઉંમર - 55), નરેશ (40), આરતી (20) અને આશાબેન (40) તરીકે થઈ છે.

શરૂઆતમાં મળતી જાણકારી અનુસાર, આ ઘટના બપોરે 12.30 કલાકે બની છે. તે સમયે ફેક્ટરીના કર્મચારી કપડાને સ્ટીમ આપી રહ્યા હતા. આ ઘટનાની સૂચના મળતા જ ફાયરની ટીમ પહોંચી ચુકી હતી. રાહત અને બચાવ કામગીરી શરૂ કરી ભારે જહેમતે આગ પર કાબુ મેળવી લીધો છે.

પોલીસ પણ માહિતી મળતા ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. ફાયર વિભાગ આગ કેવી રીતે લાગી તે મુદ્દે જાણકારી મેળવી રહી છે. પોલીસે પણ દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી દીધી છે.
First published: November 19, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...