Home /News /national-international /એર સ્ટ્રાઇક: પાકે. ભારતીય પાયલટો વિરુદ્ધ કરાવી FIR, કારણ જાણી ચોંકી જશો

એર સ્ટ્રાઇક: પાકે. ભારતીય પાયલટો વિરુદ્ધ કરાવી FIR, કારણ જાણી ચોંકી જશો

ભારતીય વાયુસેનાના અજ્ઞાત પાયલટો પર શુક્રવારે એફઆઈઆર નોંધવામાં આવી છે

ભારતીય વાયુસેનાના અજ્ઞાત પાયલટો પર શુક્રવારે એફઆઈઆર નોંધવામાં આવી છે

પાકિસ્તાનના વન વિભાગે બાલાકોટમાં વન સંપત્તિને નષ્ટ કરવાના મામલામાં ભારતીય વાયુસેનાના અજ્ઞાત પાયલટો વિરુદ્ધ શુક્રવારે એફઆઈઆર નોંધાવી છે. પાકિસ્તાન તરફથી કહેવામાં આવ્યું છે કે ભારતીય વાયુસેનાની કાર્યવાહથી ત્યાંના પર્યાવરણને નુકસાન થયું છે.

પાકિસ્તાની વેબસાઇટ એક્સપ્રેસ ન્યૂઝ અનુસાર અજ્ઞાત ભારતીય પાયલટોના નામે નોંધાયેલી આ એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે ઉતાવળમાં ફેંકવામાં આવેલા પેલોડથી ત્યાંના લગભગ 19 વૃક્ષોને નુકસાન પહોંચ્યું છે.

આ પહેલા રિપોર્ટ આવ્યો હતો કે પાકિસ્તાન ઈકો-ટેરેરિઝમને લઈને ભારત વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રમાં ફરિયાદ કરવાનું વિચારી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતના ફાઇટર પ્લેને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ઉત્તરમાં આવેલા બાલાકોટમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી હતી.

આ પણ વાંચો: ભારતની એર સ્ટ્રાઇકથી પાક. હજુ પણ ડરમાં, ઈમરાને કહ્યું, લાગી રહ્યો છે હુમલાનો ખતરો

પાકિસ્તાનના પર્યાવરણ મામલાઓ સાથે જોડાયેલા મંત્રી મલિક અમીન અસલમે કહ્યું કે ભારતીય જેટ પ્લેનોએ ફોરેસ્ટ રિઝર્વ પર બોમ્બમારો કર્યો. ભારતે એર સ્ટ્રાઇક કીર પાકની વન સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે. તેઓએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રસ્તાવ 47/37 મુજબ, કોઈ સૈન્ય કાર્યવાહીમાં પર્યાવરણને નુકસાન થાય છે તો તે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન છે. એવામાં તેની ફરિયાદ કરવામાં આવશે. તેની કારણે વન ક્ષેત્રના દેવદારના વૃક્ષોને નુકસાન પહોંચ્યું છે, તેને ઇકો ટેરેરિઝમ કહેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે 14 ફેબ્રુઆરીને પુલવામામાં સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા. તેનાથી ઠીક 13 દિવસ બાદ ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને બાલાકોટમાં જૈશના ઠેકાણાઓ પર કાર્યવાહી કરી હતી.
First published:

Tags: Air Strike, Jaish e Mohammad, પાકિસ્તાન, પુલવામા એટેક, ભારત, ભારતીય વાયુસેના

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો