Home /News /national-international /કલેકટર છો કે ઢોર, કલેકટરને ઢોર સાથે સરખાવનાર ધારાસભ્ય પર પોલીસ ફરિયાદ

કલેકટર છો કે ઢોર, કલેકટરને ઢોર સાથે સરખાવનાર ધારાસભ્ય પર પોલીસ ફરિયાદ

ધારાસભ્યએ કલેકટરને ધમકાવ્યા હતા.

પથરિયાથી બીએસપી ધારાસભ્ય રામબાઈની મુશ્કેલી વધી શકે છે. શુક્રવારે કલેક્ટર ઓફિસમાં ઘુસીને રામબાઈએ ખરાબ વર્તન કર્યું હતું. આ મામલામાં હવે તેમની વિરુદ્ધ કલેકટરે કેસ નોંધાવ્યો છે. પથરિયા વિધાનસભા ક્ષેત્રના નરસિંહગઢમાં આયોજિત મુખ્યમંત્રી જન સેવા અભિયાન શિબિરમાં અધિકારીઓના ન પહોંચવાને લઈને ધારાસભ્ય કલેકટરને મળવા પહોંચ્યા હતા. અધિકારીઓના ન પહોંચવાને કારણે યોજનાનો લાભ મેળવવા માંગતા લોકોને સરકારની યોજનાઓનો લાભ મળ્યો નહોતો. આ દરમિયાન કલેકટર વારંવાર કહી રહ્યાં હતા કે જોઈ લઈશું. કલેકટરનો જવાબ સાંભળીને ધારસભ્યનો પિત્તો ગયો અને તેમણે અપશબ્દ કહ્યાં.

વધુ જુઓ ...
    દમોહ: પથરિયાથી બીએસપી ધારાસભ્ય રામબાઈની મુશ્કેલી વધી શકે છે. શુક્રવારે કલેક્ટર ઓફિસમાં ઘુસીને રામબાઈએ ખરાબ વર્તન કર્યું હતું. આ મામલામાં હવે તેમની વિરુદ્ધ કલેકટરે કેસ નોંધાવ્યો છે. પથરિયા વિધાનસભા ક્ષેત્રના નરસિંહગઢમાં આયોજિત મુખ્યમંત્રી જન સેવા અભિયાન શિબિરમાં અધિકારીઓના ન પહોંચવાને લઈને ધારાસભ્ય કલેકટરને મળવા પહોંચ્યા હતા. અધિકારીઓના ન પહોંચવાને કારણે યોજનાનો લાભ મેળવવા માંગતા લોકોને સરકારની યોજનાઓનો લાભ મળ્યો નહોતો. આ દરમિયાન કલેકટર વારંવાર કહી રહ્યાં હતા કે જોઈ લઈશું. કલેકટરનો જવાબ સાંભળીને ધારસભ્યનો પિત્તો ગયો અને તેમણે અપશબ્દ કહ્યાં.

    તપાસ પછી તેમની વિરુદ્ધ કાર્યવાહી થશે

    તેને લઈને કલેક્ટર એસ કૃષ્ણ ચૈતન્યએ ફરિયાદ નોંધાવી છે. પથરિયા ધારાસભ્ય રામબાઈ પર દમોહ સિટી કોતવાલીમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. દમોહ એસપી ડીઆ તેનીવારે માહિતી આપતા કહ્યું કે કલેક્ટર કાર્યાલય તરફથી કરવામાં આવેલી અરજીના આધારે રામબાઈની વિરુદ્ધ કેસ નોંધાયો છે. 353, 294, 506 બી 186 સહિત અન્ય ધારાઓ અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો છે. મામલાની તપાસ ચાલુ છે. તપાસ પછી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

    વીડિયો સોશિયલ મીડિયામાં થયો હતો વાયરલ

    રામબાઈએ આઈએએસ અધિકારીને કહ્યું હતું કે તમે કલેક્ટર છો કે ઢોર, તમારી આંખો ફુટી ગયેલી છે... કલેક્ટરની સાથે ખરાબ વર્તન કરવાનો તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. તે પછી આઈએએસ એસોસિએશને પણ નારાજગી જાહેર કરી હતી. આ મામલો હવે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. સાથે જ ધારાસભ્યની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.

    ફરિયાદ પછી ધારાસભ્યએ પ્રતિક્રિયા આપી

    એફઆઈઆર નોંધાયા પછી ધારાસભ્ય રામબાઈએ મીડિયા સાથે વાત કરી છે. કેસ નોંધાયા પછી ધારાસભ્ય રામબાઈએ દુ:ખ વ્યક્ત કર્યું છે. ધારાસભ્ય રામબાઈએ કહ્યું કે તે લોકોના હિત માટે એફઆઈઆર તો શું ફાંસી ખાવા પણ તૈયાર છે. પથરિયા ધારાસભ્યની વિરુદ્ધ એફઆઈઆર નોંધાયા પછી ધારાસભ્ય રામબાઈએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Collector, Ex mla, MLA News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन