ICICI બેન્કના પૂર્વ CEO ચંદા કોચરના કેસમાં FIR નોંધાઈ, ચાર સ્થળો પર CBIના દરોડા

ચંદા કોચર પર પોતાના પદનો દુરઉપયોગ કરી અને પતિને ફાયદો પહોંચાડવાનો આક્ષેપ છે

CBI દ્વારા ICICI બેન્કની પૂર્વ-સીઈઓ ચંદા કોચર સામે FIR દાખલ કરાઈ છે. મુંબઈ અને મહારાષ્ટ્રના ચાર જુદા જુદા સ્થળો પર સીબીઆઈએ દરોડા પાડ્યા છે.

  • Share this:
    ન્યૂઝ 18 ગુજરાતી: CBIએ ICICI બેન્કની પૂર્વ-સીઈઓ ચંદા કોચર સામે FIR દાખલ કરી છે. સીબીઆઈએ આ ફરિયાદના સંદર્ભમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં ચાર સ્થળો પર દરોડા પાડ્યા છે. પ્રાપ્ત જાણકારી મુજબ, આ દરોડા મુંબઈ અને ઓરંગાબાદના અમુક સ્થળ પર પાડવામાં આવ્યા છે. જે સ્થળો પર દરોડા પડાયા છે, તેમાં ઓરંગાબાદમાં આવેલી વીડિયોકૉનની ઑફિસની સમાવેશ પણ થાય છે. આ વર્ષે ઑક્ટોબરમાં વીડિયોકૉન જુથને લોન આપવાના કેસમાં ચંદા કોચરે આઈસીઆઈસીઆઈ બેન્કના સીઈઓ અને સબ્સીડરી બોર્ડ ઑફ ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું હતું.

    સીબીઆઈના દરોડા- વીડિયોકૉનની ઑફિસમાં દરોડા ચાલુ છે. મુંબઈની નરીમનપૉઇન્ટ ઑફિસ સહિતના 4 સ્થળો પર સીબીઆઈના દરોડા શરૂ છે. આ કેસમાં ચંદા અને તેમના પતિની સંડોવણી હોવાની શંકાના પગેલ લાંબા સમયથી તપાસ થઈ રહી છે.

    કેસ શું છે- ચંદા કોચર પર માર્ચ 2018માં પોતાના પદનો દુરઉપયોગ કરીને પતિને આર્થિક ફાયદો પહોંચાડવાનો આક્ષેપ લાગ્યો હતો. મીડિયા રિપોર્ટસ મુજબ, આઈસીઆઈસીઆઈ બેન્ક દ્વારા વીડિયોકૉન જુથને રૂપિયા 3,250 કરોડની લોન આપવામાં આવી હતી.

    આ પણ વાંચો: EVMથી જ મતદાન થશે, હવે બેલેટ પેપરનો ઉપયોગ થઈ શકે નહીં: ચૂંટણી પંચ

    વીડિયોકૉન જુથની પાંચ કંપનીને આઈસીઆઈસીઆઈ બેન્ક દ્વારા એપ્રિલ 2012માં રૂપિયા 3,250 કરોડની લોન આપવામાં આવી હતી. વીડિયોકૉન દ્વારા આ લોનમાંથી રૂપિયા 2,180 કરોડ ચુકવ્યા નહોતા. વર્ષ 2017માં આ લોનને એનપીએ (નૉન પર્ફોર્મિંગ એસેટ્સ)માં મૂકી દેવાઈ હતી. મીડિયા અહેવાલો મુજબ, વીડિયોકૉન સમુહના ચેરમેન વેણુગોપાલ ધુતના ચંદા કોચરના પતિ સાથે વેપારી સંબંધો ધરાવતા હતા.

    વીડિયોકૉન ગ્રુપની મદદથી તૈયાર થયેલી એક કંપનીને આગળજતા ચંદા કોચરના પતિ દીપક કોચરની આગેવાની વાળા પિનેકલ ટ્રસ્ટના નામે કરી દેવાઈ હતી. ચંદા કોચર પર એવો આક્ષેપ થયો હતો કે દીપક કોચરે પોતાની ભાગીદારીવાળી આ કંપની દ્વારા લોનનો મોટા હિસ્સાનું સ્થળાંતર કર્યુ હતું. આક્ષેપો મુજબ દીપક કોચરે 94.99 ટકાની ભાગીદારીના શેર ફક્ત 9 લાખ રૂપિયામાં ટ્રાન્સફર કરી નાખ્યા હતા.

    "ઇટાલી પરત જાવ" : અમેઠી મુલાકાત દરમિયાન ખેડૂતો કર્યો રાહુલ ગાંધીનો વિરોધ
    Published by:Jay Mishra
    First published: