Home /News /national-international /ચૂંટણી અધિકારીને મારવા બદલ ભાજપનાં ધારાસભ્ય સામે FIR દાખલ

ચૂંટણી અધિકારીને મારવા બદલ ભાજપનાં ધારાસભ્ય સામે FIR દાખલ

પ્રતિકાત્મક તસવીર

ધારાસભ્ય દિનાનાથ અને તેના અન્ય ત્રણ સાથીએ પ્રિસાડીંગ ઓફિસરને માર માર્યો હતો.

ભદોહી (ઉત્તરપ્રદેશ): મતદાન સમયે ચૂંટણી અધિકારીને માર મારવા બદલ ભારતીય જનતા પાર્ટીનાં નેતા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, ભાજપનાં ધારાસભ્ય દિનાનાથ ભાસ્કરએ ઉત્તરપ્રદેશના ભદોહી લોકસભા મત વિસ્તારમાં આવેલા ઉરાઇ વિધાનસભા મતક્ષેત્રમાં બુથ નંબર 359માં પ્રિસાઇડીંગ ઓફિસરને માર માર્યો હતો.

ભદોહી લોકસભા બેઠક માટે છઠ્ઠા તબક્કામાં રવિવારે મતદાન યોજાયુ હતું.
પોલીસે જણાવ્યું કે, ધારાસભ્ય દિનાનાથ અને તેના અન્ય ત્રણ સાથીએ પ્રિસાડીંગ ઓફિસરને માર માર્યો હતો.

આ બૂથ પર મતદાન ધીમુ ચાલી રહ્યુ હતુ એ બાબતે તેમને ગુસ્સો આવ્યો હતો અને બુથમાં ઘુસીને ચૂંટણી ફરજ દરમિયાન સંકળાયેલા અધિકારીઓને માર માર્યો હતો. આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે,” .

આ લોકસભા બેઠક પર ભાજપે રમેશ બિદંને ઉતાર્યા છે અને સપા-બસપાએ રંગનાથ મિશ્રાને ટિકિટ આપી છે. રમાકાંત યાદવ કોંગ્રેસનાં ઉમેદવાર છે.

હવે અંતિમ તબક્કાનું મતદાન બાકી છે. મે 23નાં રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
First published:

Tags: Booth, Lok sabha polls, Poll, એફઆઇઆર, ધારાસભ્ય, ભાજપ, યૂપી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો